WANKANER:“ મહીલા સુરક્ષા સ્વ-રક્ષણ કરાટે તાલીમ સમાપન સમારોહનુ આયોજન કરતી વાંકાનેર ડીવીઝન ટીમ ”
WANKANER:“ મહીલા સુરક્ષા સ્વ-રક્ષણ કરાટે તાલીમ સમાપન સમારોહનુ આયોજન કરતી વાંકાનેર ડીવીઝન ટીમ ”
પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર રાજકોટ રેન્જ,રાજકોટ તથા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી સાહેબ મોરબી જિલ્લાનાઓની સુચના મુજબ મહીલા અને બાળકો વિરૂધ્ધ બનતા બનાવો અટકાવવા સુચના કરેલ હોય, જેથી નાયબ પોલીસ અધિક્ષક એસ.એચ.સારડા વાંકાનેર વિભાગ નાઓના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેકટર એચ.એ.જાડેજા વાંકાનેર સીટી પો.સ્ટે. તથા ડી.વી.ખરાડી વાંકાનેર તાલુકા પો.સ્ટેનાઓ દ્વારા મહીલા અને બાળાઓને સુરક્ષા સેતુ સોસાયટી હેઠળ તાલીમનું આયોજન વાંકાનેર એલ.કે.સંધવી કન્યા વિધ્યાલય ખાતે કરવામાં આવેલ જેમાં ૧૫ દિવસની તાલીમ સ્વરક્ષણ ટેકનીક તથા કરાટેની તાલીમ આપવામાં આવેલ જેનો સમાપન કાર્યક્રમ યોજવામાં આવેલ
ઉપરોકત આ કાર્યક્રમમાં રાજ્યસભાના સાંસદશ્રી કેસરીદેવસિંહ ઝાલા તથા વાંકાનેર નગરપાલીકા પ્રમુખશ્રી ડીમ્પલબેન સોલંકી તથા વાંકાનેર મામલતદારશ્રી કે.વી.સાનીયા તથા વાંકાનેર નગરપાલીકા ચીફ ઓફીસર શ્રી જી.એસ.સરૈયા તથા વિધાભારતી એજ્યુકેશન અને ચેરીટેબલ ટ્રસ્ટ વાંકાનેરના ટ્રસ્ટીશ્રી અમરશીભાઇ મઢવી તથા શ્રી વીનુભાઇ રૂપારેલીયા એમ બધા હાજર રહ્યા હતા. અને નાયબ પોલીસ અધિક્ષકશ્રી એસ.એચ.સારડા સાહેબની રૂપરેખાથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ સાથે, આ કાર્યક્રમમાં વાંકાનેર તાલુકા વિસ્તારની શ્રી જવાહર-નવોદય વિદ્યાલય જડેશ્ર્વર-કોઠારીયાની ૧૫૦ વિદ્યાર્થીનીઓ તથા વાંકાનેર સીટીની શ્રીમતિ એલ.કે સંઘવી કન્યા વિદ્યાલયની કુલ ૨૦૦ વિદ્યાર્થીનીઓને કરાટે તથા ટેકનીકના વિવિધ ડેમો રજુ કરવામાં આવેલા, આ ઉપરાંત સ્વરક્ષણમાં દુપટ્ટાનો તથા પાણીની બોટલ તથા સ્કુલ બેગનો ઉપયોગ કેમ કરવો તેનો લાઇવ ડેમો આપી સમજાવવામાં આવેલ. આ ઉપરાંત વાંકાનેર પોલીસ દ્વારા પોલીસ મહાનિરીક્ષકશ્રી અશોકકુમાર સાહેબ તથા મંચસ્થ ઉપસ્થીત અન્ય માહાનુભાવોના હસ્તે દીવ્યાંગ બાળકોને ગીફ્ટ અને રમતગમતના સાધનો અર્પણ કરી મોરબી પોલીસ દ્વારા સંવેદના વ્યકત કરવામાં આવેલ
આ કાર્યક્રમમાં પધારેલ તમામ વિધ્યાર્થીઓને મોડલ પોલીસ સ્ટેશનની મુલાકાત કરાવવામાં આવેલ અને પોલીસ સ્ટેશનની કામગીરીથી માહીતીગાર કરવામાં આવેલ ઉપરાંત પોલીસ હેડકવાર્ટર દ્વારા આધુનીક પોલીસ હથીયારના પ્રદર્શન યોજવામાં આવેલ જેમાં રીર્ઝવ પોલીસ ઇન્સ્પેકટર શ્રી એસ.એમ.ચૌહાણ દ્વારા ડેમો આપી તમામ હથિયારની માહીતી આપવામાં આવેલ તેમજ શી-ટીમની કામગીરી વિશે મહીલા પોલીસ ઇન્સ્પેકટરશ્રી પી.એચ.લગધીરકા દ્વારા માહીતી આપવામાં આવેલ તેમજ ટ્રાફીકના નિયમો પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી ડી.બી.ઠક્કર દ્વારા ટ્રાફીક અંગે માહીતી આપવામાં આવેલ તથા સાઇબર ક્રાઇમના પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટરશ્રી કે.કે.દરબાર તથા સાયબર ટીમ સાયબર ક્રાઇમના બનાવો અટકાવવા માટે જરૂરી માહીતી આપવામાં આવેલ
ઉપરોકત કાર્યક્રમમાં એસ.પી.સી વિધાર્થીઓ દ્વારા કાર્યક્રમમાં પરેડ કરવામાં આવેલ જેને હાજર તમામ લોકોએ તાળીઓથી ઉત્સાહ વધારવામાં આવેલ બાદ કાર્યક્રમના અંતે તમામ વિધાર્થીઓને હળવો નાસ્તો કરાવી ધર પહોંચવા સુધી પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો હતો