GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી જિલ્લા ક્ષય કેન્દ્ર ખાતે ૨૪ માર્ચ વિશ્વ ક્ષય દિવસની ઉજવણી કરવામાં આવેલ.

MORBI:મોરબી જિલ્લા ક્ષય કેન્દ્ર ખાતે ૨૪ માર્ચ વિશ્વ ક્ષય દિવસની ઉજવણી કરવામાં આવેલ.

 

 

 ૨૪ માર્ચ વિશ્વ ક્ષય દિવસ નિમીતે જીલ્લા ક્ષય કેન્દ્ર મોરબી ખાતે ઉજવણી કરવામાં આવેલ.
આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ શ્રી અશોકભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે માનવીય અભિગમ દાખવી સરકારે લોકોની આરોગ્ય સુખાકારી માટે અનેક પ્રયાસો હાથ ધર્યા છે. જેમાં ટીબી અંતર્ગત ક્વોલિટી યુક્ત નિદાન તથા સંપૂર્ણ સારવાર ઉપલબ્ધ છે, ટીબીના દર્દીઓની સરકાર દ્વારા સામૂહિક ચિંતા કરી તેમને નિક્ષય પોષણ યોજના અંતર્ગત મળતી રકમ માં વધારો કર્યો છે. સાથે સાથે પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત લોકલ દાતાશ્રી દ્વારા ટીબીના જરૂરિયાત મંદ દર્દીઓને પોષણ યુક્ત આહાર માટે ન્યુટ્રિશિયન કીટ આપવામાં આવે છે,

સરકારશ્રીએ ટીબી મુક્ત ભારત બનાવવા નું જે લક્ષ્ય નિર્ધારિત કરેલ છે તે દિશામાં મોરબી સતત આગળ વધી રહ્યું છે. જેમાં મોરબી જિલ્લામાં વર્ષ ૨૦૨૪ માં કુલ ૩૬૩ ગ્રામ પંચાયત માંથી ૧૨૬ પંચાયત ધારા ધોરણ મુજબ વેરીફીકેશન થયા બાદ ટીબી મુક્ત જાહેર થયેલ છે.જાહેર થયેલ ટીબી મુક્ત પંચાયત ના સરપંચશ્રી ને આ કાર્યક્રમમાં આમંત્રિત કરી તેઓને સરકારશ્રી દ્વારા નિર્ધારિત થયેલ ગાંઘીજીની પ્રતિમા તથા પ્રમાણપત્ર આપવામાં આવેલ.

સાથે-સાથે મોરબી તાલુકાના ટીબીના જરૂરિયાત મંદ દર્દીઓને ઉપસ્થિત મહાનુભાવો ના હસ્તે રાશન કીટ વિતરણ કરવામાં આવ્યું તથા “નિક્ષય મિત્ર” તરીકે નોંધાયેલ અગ્રણી સંસ્થા લાયન્સ ક્લબ ઓફ મોરબી હ નજરબાગ તેમજ એક જીલ્લા ક્ષય કેન્દ્ર ના આરોગ્ય કર્મચારી કોમલબેન બાવરવા ને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું.

આ કાર્યક્રમમાં તાલુકા પંચાયત ના પ્રમુખશ્રી અશોક ભાઈ દેસાઈ, RCHO શ્રી ડો.સંજય શાહ ,DTO શ્રી ડૉ. ધનસુખ અજાણા, THO શ્રી ડો. રાહુલ કોટડીયા, DIECO શ્રી, સંઘાણી ભાઈ, પ્રોગ્રામ કો- ઓર્ડનેટરશ્રી પિયુષ ભાઈ જોષી, તાલુકા ટીબી સુપર વાઇઝરશ્રી અંકિત ભાઈ પરમાર સહિત સમગ્ર અધિકારીશ્રી/કર્મચારીશ્રી ઉપસ્થિત રહ્યા હતા..

Back to top button
error: Content is protected !!