વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ગિરિમથક સાપુતારા ખાતે ચાલી રહેલા મોન્સૂન ફેસ્ટિવલ અંતર્ગત રવિવાર, તા.10 ઓગસ્ટ ૨૦૨૫ ના રોજ આયોજિત મેઘ મલ્હાર કાર્યક્રમમાં વાંસદા ના જયકિશન મ્યુઝિકલ ફાઉન્ડેશનના સભ્યો દ્વારા મનમોહક ગીતોની અદભૂત રજૂઆત કરવામાં આવી હતી ગાયકોના સુરીલા અવાજ અને ઉત્તમ પ્રસ્તુતિએ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ શ્રોતાઓને ઝૂમવા પર મજબૂર કરી દીધા અને તાળી-હર્ષધ્વનિના ગડગડાટ વચ્ચે ડોમ ગૂંજી ઉઠ્યો. ફાઉન્ડેશનના પ્રમુખ હરદીપભાઈ દેસાઈ ની આગેવાનીમાં મ્યુઝિકલ ફાઉન્ડેશનના કલાકારોએ એક પછી એક મધુર ગીતો રજૂ કરી સૌના હૃદય જીતી લીધા. આ અવસરે ગુજરાત ટુરિઝમ પ્રત્યે ફાઉન્ડેશન વતી વિશેષ આભાર વ્યક્ત કરવામાં આવ્યો કે તેમણે કલાકારોને આ સુંદર મંચ પર પોતાની કલા પ્રદર્શિત કરવાની તક આપી.