GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના વનાળીયા ગામે હિંગળાજ માતાજીના મંદિરે શરદ પૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનું આયોજન

MORBI:મોરબીના વનાળીયા ગામે હિંગળાજ માતાજીના મંદિરે શરદ પૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનું આયોજન

 

 

મોરબી નજીકના વનાળીયા ગામે દર વર્ષે ભટ્ટ પરિવાર દ્વારા હિંગળાજ માતાજીના મંદિરે શરદ પૂનમનાં દિવસે યજ્ઞનું આયોજન કરવામાં આવે છે. જેમાં મોરબી તેમજ આસપાસના ગામોમાં તથા અન્ય શહેરોમાં રહેતા ઔદીચ્ય ગુજરાતી સાડા ચારસો ભટ્ટ પરિવારના લોકો સહકુટુંબ હાજર રહે છે.

આગામી શરદ પુનમ તા. 17/10/24 ને ગુરુવારના દીવસે પણ ભટ્ટ પરીવારના કુળદેવી હિંગળાજ માતાજીના વનાળીયા (શારદાનગર) મુકામે આવેલા મંદિરે શાંતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં યજમાન તરીકે મૂળ વનાળિયા ગામના રહેવાસી સ્વ. છોટાલાલ મગનલાલ ભટ્ટના દીકરા અનિલભાઈ છોટાલાલ ભટ્ટ અને દિનેશભાઇ છોટાલાલ ભટ્ટના પુત્ર જીજ્ઞેશભાઈ ભટ્ટ (પત્રકાર) અને તેના પત્ની આરતીબેન, હિમાંશુભાઈ ભટ્ટ (પત્રકાર) અને તેના પત્ની હિરલબેન તેમજ સુનિલભાઈ ભટ્ટ (મિટર રીડર) અને તેના પત્ની રીતુબેન બેસવાના છે. આ યજ્ઞની શાસ્ત્રોક્ત વેદમંત્રની વિધી વિદ્વાન શાસ્ત્રી તેજસભાઇ રમેશભાઈ ભટ્ટ સહિતના ભુદેવો દ્વારા કરાવવામાં આવશે ત્યારે યજ્ઞના દર્શન અને પ્રસાદ લેવા માટે ઔદીચ્ય ગુજરાતી સાડા ચારસો ભટ્ટ પરિવારના લોકોને સ્વ. છોટાલાલ મગનલાલ ભટ્ટ પરિવાર દ્વારા આમંત્રણ આપવામાં આવેલ છે આ ધાર્મિક પ્રસંગને સફળ બનાવવા માટે પ્રમુખ બળવંતભાઈ ભટ્ટ (૯૩૨૭૪૯૯૧૮૫), જે.પી. ભટ્ટ (૯૯૨૫૪૫૧૧૩૮) તેમજ દર્શનભાઇ ભટ્ટ (૯૮૯૮૨૪૨૯૦૬) સહિતના ભટ્ટ પરિવારના વડીલો અને યુવાનો જહેમત ઉઠાવી રહ્યા છે.

Oplus_131072

Back to top button
error: Content is protected !!