ARAVALLIMEGHRAJ

અરવલ્લી : મેઘરજમાં વાવાઝોડા સાથે વરસાદથી હોર્ડિંગ્સ ધરાશયી થયું સદનસીબે જાનહાની ટળી,ગ્રામ્ય પંથકમાં કરા પડ્યા,વાતવરણમાં પલ્ટો 

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

અરવલ્લી : મેઘરજમાં વાવાઝોડા સાથે વરસાદથી હોર્ડિંગ્સ ધરાશયી થયું સદનસીબે જાનહાની ટળી,ગ્રામ્ય પંથકમાં કરા પડ્યા,વાતવરણમાં પલ્ટો

*અરવલ્લી જીલ્લામાં ભર ઉનાળે અષાઢી માહોલ સર્જાયો છે, મેઘરજના રામગઢી પંથકમાં કરા સાથે વરસાદ ખાબક્યો*

*મોડાસા શહેરમાં બપોરે વાતાવરણમાં પલ્ટો આવતા કાળા ડિબાંગ વાદળો સાથે પવન ફૂંકાયો, હળવા છાંટા પડ્યા*

અરવલ્લી જીલ્લામાં વૈશાખમાં અષાઢી માહોલ સર્જાયો હોય તેમ મેઘરજ પંથકમાં વાવાઝોડા સાથે વીજળીના કડાકા-ભડાકા વચ્ચે ધોધમાર વરસાદ ખાબક્યો હતો.મેઘરજ નગરમાં રોડ નજીક લગાવેલ હોર્ડિંગ્સ ફ્રૂટની લારી પર પડતા અફડાતફડી મચી હતી સદ્નસીબે જાનહાની ટળતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો મેઘરજ પંથકમાં મુશળધાર વરસાદ વરસી જતાં ખેડૂતોમાં ખેતીપાકોને નુકશાન જવાની દહેશત ઉભી થઈ છે. આ ઉપરાંત મોડાસા શહેર સહીત અન્ય વિસ્તારમાં પવન સાથે હળવા છાંટા વરસ્યા હતા પવનના કારણે ધૂળની ડમરીઓ ઉડતા વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઉનાળામાં આકરો તાપ વરસવાના બદલે સતત વરસાદી માહોલ બંધાઈ રહ્યો છે. અરવલ્લી જીલ્લામાં છેલ્લા એક સપ્તાહથી સતત વાતાવરણમાં પલ્ટો આવવાની સાથે વરસાદ ખાબકતા ખેડૂતો સહીત લોકો પણ આશ્ચર્ય ચકિત બની રહ્યા છે ગુરુવારે બપોરના સુમારે અરવલ્લી જીલ્લા સહીત મેઘરજ પંથકમાં વાતાવરણમાં પલ્ટો આવતા ભારે થી હળવા પવનો સાથે મેઘરાજાએ ધબધબાટી બોલાવી હતી મેઘરજ નગર સહીત ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવનના સુસવાટા વચ્ચે વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસી જતાં રસ્તાઓ પરથી વરસાદી પાણી ફરી વળ્યાં હતા. અને ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદના આગમનની સાથે જ વીજળી ડૂલ થઈ ગઈ હતી. મેઘરજના રામગઢી વિસ્તારમાં કરા સાથે વરસાદ થતા સિમલા જેવી શીત લહેર પ્રસરી હતી

અરવલ્લી જીલ્લામાં ભર ઉનાળે અષાઢી માહોલ સર્જાતા ખેડૂતોએ વાવેતર કરેલ બગયાતી પાક,શાકભાજી,બાજરી, કેરી જેવા તૈયાર પાકને નુકશાની થવાની ભીતિ સેવાઈ હતી. સતત થતા માવઠાંના મારથી ખેડૂતોની કમર ભાંગી ગઈ હોય, સર્વે કરાવી વળતર આપવામાં આવેની અસરગ્રસ્ત ખેડૂતોમાં માંગ પ્રબળ બની છે

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!