GUJARATJETPURRAJKOT

Rajkot: દિવાળીના તહેવારો દરમ્યાન ૧૦૮ને મળેલા ૧૨૮૦૦થી વધુ ફોન કોલ્સઃ

તા.૧૭/૧૧/૨૦૨૩

વાત્સલ્યમ્ સમાચાર

સામાન્ય દિવસો કરતાં ૭૪% વધુ ઈમરજન્સી કોલ મળ્યા

Rajkot: સમગ્ર રાજ્યમાં ૧૦૮નું શ્રેષ્ઠ અમલીકરણ થઇ રહ્યું છે. દર્દી નારાયણને હોસ્પીટલમાં સમયસર પહોંચાડતી ૧૦૮ની શ્રેષ્ઠ અને અવિરત સેવાથી અનેક માનવજીવન સમયસર સારવાર મેળવી શકે છે અને જીવન બચી શકે છે. રાજકોટ જિલ્લામાં દિવાળીના તહેવારોના ત્રણ દિવસ દરમ્યાન ૧૨૮૦૦થી વધુ ફોન કોલ્સ આવ્યા હતા. દિવાળીના દિવસે પણ ૧૦૮ની ટીમે સફળતાપૂર્વક ફરજ બજાવી હતી.

૧૦૮ને નૂતન વર્ષમાં જ ૪૪૭૫ ફોન આવ્યા હતા. જેમાં ૨૨૫૩ રોડ એક્સીડેન્ટના કેસો હતા. જે આ અકસ્માતોની સંખ્યા સામાન્ય દિવસો કરતા ૭૪% વધુ હતી. જયારે ૧૫૩૯ રોડ એક્સીડેન્ટ સિવાયના કેસો હતા. ફીઝીકલ એસોલ્ટના ૬૬૯ કેસો, પડી જવાના ૬૩૯ કેસો, દાઝી જવાના ૬૯ કેસો આવ્યા હતા. તેમ ૧૦૮ના પ્રોગ્રામ મેનેજર શ્રી ચેતન ગાધેની યાદીમાં જણાવાયું છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!