GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: ખીજડીયા પ્રાથમિક શાળા ખાતે C.R.C કક્ષા ગણિત વિજ્ઞાન પ્રદર્શન અને કલા ઉત્સવ ૨૦૨૪ ઉજવાયો

તા.૨૧/૯/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

Rajkot: રાજકોટ તાલુકાની ખીજડીયા પ્રાથમિક શાળા ખાતે સી.આર.સી કક્ષાના ગણિત વિજ્ઞાન પ્રદર્શન અને કલા ઉત્સવ ૨૦૨૪ ઉજવવામાં આવ્યો હતો. જેનું જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી પ્રવિણાબેન રંગાણીના વરદ હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું હતું.

સી.આર.સી. કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન અને કલા ઉત્સવ ૨૦૨૪ કાર્યક્રમમાં તમામ બાળકોએ હોંશભેર ભાગ લીધો હતો. અને ભાગ લીધેલ તમામ બાળકો અને શિક્ષકો દ્વારા પ્રમાણપત્ર શિલ્ડ તેમજ ગિફ્ટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, કાર્યક્રમમાં પ્રાચાર્યશ્રી જિ.શિ.તા.ભવન રાજકોટ શ્રી ડૉ.સંજયભાઈ મહેતા, તાલુકા પંચાયત પ્રમુખ શ્રી ચેતનભાઇ કથીરિયા, લાયઝન ડાયટ શ્રી પ્રશાંતભાઈ અંબાસણા, TPEO શ્રી વિમલભાઈ ઉધાસ,BRC શ્રી ભરતભાઈ મધુડા, શ્રી પ્રતિકભાઈ રાવલ, શ્રી દામજીભાઈ જારસાણીયા, શ્રી અરવિંદસિંહ ઝાલા, શ્રી વિનોદભાઈ મકવાણા, શ્રી કિરીટસિંહ વાળા ઉપસ્થિત રહી બાળકોને પોત્સાહિત કર્યા હતા. ઉપરાંતમાં ખીજડીયા શાળા પરિવારનાં સમગ્ર કર્મચારી અને આચાર્ય શ્રી રામદેવસિંહ જાડેજા દ્વારા કાર્યક્રમને સફળ બનાવાયો હતો.

Back to top button
error: Content is protected !!