BODELICHHOTA UDAIPUR CITY / TALUKOGUJARAT

છોટાઉદેપુર જિલ્લાના કવાટ તાલુકાના સમલવાટ ગામે કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયની હોસ્ટેલમાં વિદ્યાર્થીનીઓને પડતી હાલાકીને લઈ નિવાસી કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું.

સમલવાટ ગામે કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયની હોસ્ટેલમાં જ્યારથી વોર્ડન પુષ્પાબેન આવ્યા છે ત્યારથી સરકાર તરફથી મળતી સુવિધાઓ વિદ્યાર્થીનીઓને મળતી નથી અને વિદ્યાર્થીનીઓ દ્વારા વારંવાર વોર્ડન પુષ્પાબેનને રજૂઆત કરવામાં આવતા વિદ્યાર્થીનીઓની રજૂઆત સાંભળવામાં આવતી નથી.

આ હોસ્ટેલમાં પહેલા મેડિકલ સુવિધાઓ મળતી હતી પરંતુ અત્યારે ઓછી મેડિકલ ની સુવિધા આપવામાં આવે છે. વિદ્યાર્થીનીઓ દ્વારા જણાવ્યું હતું કે જ્યારથી હોસ્ટેલમાં વોર્ડન પુષ્પાબેન આવ્યા ત્યારથી સરકાર દ્વારા આપવામાં આવતી સુવિધાઓ મળતી નથી.

ધોરણ 12 માટે ટ્યુશન ની બાબત હોય અને સાફ-સફાઈ માટે પણ પટાવાળા ની ભરતી કરવા માટે વારંવાર વિદ્યાર્થીનીઓ દ્વારા રજૂઆત કરવા છતાં કોઈ ઉકેલ આવતો નથી. સરકાર દ્વારા જે સાબુ અને મેડિકલ વસ્તુ પહેલા મળતું હતું તેનાથી ઓછું આપવામાં આવે છે

જમવા માટે ભોજનની પણ વ્યવસ્થા પહેલા જેવી ન હોવાને લઈને વિદ્યાર્થીનીઓ દ્વારા વારંવાર વોર્ડન મેડમને રજૂઆત કરવા છતાં કોઈ ઉકેલ આવતો નથી. જેવા અનેક મુદ્દાઓને લઈને તેઓ દ્વારા નિવાસી અધિક કલેક્ટરને રજૂઆત કરી હતી.

સાથે તેઓએ ચીમકી પણ ઉચ્ચારી હતી કે આ વોર્ડન મેડમની તાત્કાલિક ધોરણે બદલી કરવામાં નહીં આવે તો બે થી ત્રણ દિવસની અંદર બધી વિદ્યાર્થીનીઓ હોસ્ટેલ ખાલી કરીને ઘરે જવાની ચીમકી ઉચ્ચારી હતી તંત્ર આ બાબતે ધ્યાને લે તે જરૂરી બન્યું છે.

રીપોર્ટર અંજુમ ખત્રી બોડેલી

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!