GODHARAGUJARATPANCHMAHAL

ગોધરા:- કોમર્સ કોલેજ ગોધરા ખાતે ફાઇનાન્સિયલ અવેરનેસ પ્રોગ્રામ યોજાયો

 

પંચમહાલ ગોધરા

નિલેશભાઈ દરજી શહેરા

સાર્વજનિક કોમર્સ કોલેજ ગોધરા ખાતે બેન્ક ઓફ બરોડા અને એનએસએસના સંયુક્ત ઉપક્રમે ફાઇનાન્સિયલ અવેરનેસ કાર્યક્રમ યોજાયો જેમાં બેંકમાંથી પધારેલા રિદ્ધિબેન કોઠારી અને મનોજભાઈ પટેલ દ્વારા વિવિધ વિષયો પર હળવી શૈલીમાં શાનદાર માહિતી આપી વિદ્યાર્થીઓને બેન્કિંગ અંગે જાગૃત કર્યા હતા. આ પ્રસંગે ખાસ Reserve Bank of India દ્વારા આયોજિત ક્વિઝ સ્પર્ધા કે જેમાં પ્રથમ ઇનામ રૂપિયા 10 લાખ, દ્વિતીય ઇનામ રૂપિયા 8 લાખ અને તૃતીય ઇનામ રૂપિયા 6 લાખની પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી સાથે સાથે ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થા ગોધરા દ્વારા વિવિધ 32 કોર્સિસ અંગે વિદ્યાર્થીઓને જાગૃત કરી સ્વરોજગાર માટે પ્રોત્સાહિત કર્યા હતા.

સમગ્ર કાર્યક્રમનું સંચાલન એનએસએસ પ્રોગ્રામ ઓફિસર અને પ્રિન્સિપાલ ડો અરુણસિંહ સોલંકી, એનએસેએસ લીડર કુ. હર્ષિતા ખીમાણી અને ભવ્ય દેવડા દ્વારા સફળ રીતે કરવામાં આવ્યું હતુ .

પ્રારંભમાં સ્વાગત પ્રવચન ડો. સોલંકી દ્વારા જ્યારે આભાર વિધિ હર્ષિતા ખીમાણી દ્વારા કરવામાં આવી હતી. કાર્યક્રમના અંતે વિવિધ પ્રશ્નો પૂછી ઉપસ્થિત વિદ્યાર્થીઓને બેંક તરફથી સ્થળ પર જ ઇનામ આપવામાં આવ્યા હતા.

Back to top button
error: Content is protected !!