GUJARATJETPURRAJKOT

Rajkot: રાજકોટમાં રીજીયોનલ સાયન્સ સેન્ટર દ્વારા મોબાઈલ ફોટોગ્રાફી સેશન અને રાષ્ટ્રીય ગણિત દિવસની ઉજવણીનું આયોજન

તા.૧૮/૧૨/૨૦૨૩

વાત્સલ્યમ્ સમાચાર

Rajkot: રાજકોટમાં રીજીયોનલ સાયન્સ સેન્ટર દ્વારા ફોટોગ્રાફી ક્લબના સહયોગથી તા. ૨૦ ડીસેમ્બર, ૨૦૨૩ના રોજ સવારે ૧૧:૦૦ કલાકથી બપોરે ૧૨:૩૦ કલાક સુધી ‘મોબાઈલ ફોટોગ્રાફી સેશન’નું આયોજન કરાયું છે. આ સેશન પ્રોફેશનલ ફોટોગ્રાફરશ્રી બીઝી સોની દ્વારા લેવામાં આવશે, જેમાં ફોટોગ્રાફીની ટેકનિક અને મેથેડોલોજી, કેરિયરની તકો, એડિટિંગ જેવી ફોટોગ્રાફીને લગતી મૂળભૂત બાબતોને આવરી લેવામાં આવશે. એન્ટ્રી ફી ભરીને આ કાર્યક્રમમાં જોડાવા રીજીયોનલ સાયન્સ સેન્ટર દ્વારા જાહેર જનતાને અનુરોધ કરાયો છે. વધુ માહિતી માટે સેન્ટરના ફોન નંબર ૦૨૮૧-૨૯૯૨૦૨૫ પર સંપર્ક કરી શકાશે.

આ ઉપરાંત, ભારતમાં દર વર્ષે તા. ૨૨ ડીસેમ્બરના રોજ વિખ્યાત ગણિતજ્ઞ શ્રીનિવાસ રામાનુજનની જન્મજયંતીને ‘રાષ્ટ્રીય ગણિત દિવસ’ તરીકે મનાવવામાં આવે છે. જે નિમિત્તે ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી અને નેશનલ કાઉન્સિલ ફોર સાયન્સ એન્ડ ટેકનોલોજી કોમ્યુનિકેશનના સહયોગથી રીજીયોનલ સાયન્સ સેન્ટર, રાજકોટ દ્વારા તા. ૨૦થી ૨૨ ડીસેમ્બર દરમિયાન નેશનલ મેથેમેટિક્સ ડે – ૨૦૨૩ની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તા. ૨૧ના રોજ મેજિક નંબર્સ, તા. ૨૨ના રોજ ફન વિથ મેથ, તા. ૨૦થી ૨૨ના રોજ ગણિત ગેમ્સ જેવા વર્કશોપમાં ગણિતને લગતી વિવિધ પ્રવૃત્તિઓ કરાવવામાં આવશે. આ ઉજવણીનો ભાગ બનવા માટે https://bit.ly/RSCReg ઉપર રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે તેમજ ઇશ્વરીયા પાર્ક નજીક આવેલા રીજીયોનલ સાયન્સ સેન્ટરના જે તે દિવસની ટિકિટના દર લાગુ પડશે, તેમ રીજીયોનલ સાયન્સ સેન્ટરની યાદીમાં જણાવાયું છે.

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!