GUJARATLIMBADISURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKO

લીંબડી માલવણ નેશનલ હાઇવે પર 100 થી વધુ ની ઓવર સ્પીડે ફોરવીલ ચલાવી મુશ્કેલ બની.

તા.21/09/2023/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લામાં દિવસે દિવસે વસ્તી સાથે વાહનની સંખ્યા વધી રહી છે આ ઉપરાંત જિલ્લાના નેશનલ તેમજ સ્ટેટ હાઇવે પર પણ અન્ય જિલ્લા તેમજ રાજયના વાહનો દોડી રહ્યા છે ત્યારે ઓવર સ્પીડના કારણે અકસ્માતો વધી રહ્યા છે પરિણામે જિલ્લા પોલીસવડા ગીરીશભાઈ પંડયાની સૂચનાથી જિલ્લામાંથી પસાર થતા નેશનલ અને સ્ટેટ હાઇવે પર ફુલ સ્પીડમાં નીકળતા વાહનોને સ્પીડ ગનમાં કેદ કરવાની કાર્યવાહી ટ્રાફિક પી.એસ.આઈ એન એચ સોલંકી સહિતની ટીમે કામગીરી કરી હતી જો કે, નેશનલ તેમજ સ્ટેટ હાઇવે પર ફોરવ્હીલ વાહનોની વધુમાં વધુ 100 ઝડપની મર્યાદા છે પરંતુ આપણા જિલ્લામાં લીંબડી નેશનલ તેમજ માલવણ સ્ટેટ હાઇવે પસાર થાય છે ત્યારે આવા હાઇવે પર 4 જેટલી સ્પીડ ગનથી ડ્રાઇવ સહિતની કાર્યવાહી કરવામાં આવે છે ત્યારે 100 થી લઇને 160 જેટલી સ્પીડમાં વાહનો દોડતા હોવાની વિગતો બહાર આવી હતી પરિણામે માર્ચ 2023 થી લઇને ઓગસ્ટ 2023 એટલે કે છેલ્લા 6 માસમાં જિલ્લાના નેશનલ સ્ટેટ હાઇવે પરથી 160 વાહન ચાલકો સ્પીડગનમાં પકડાઇ ગયા હતા અને આ તમામ ચાલકોને રૂ. 3,20,000 નો દંડ કરાયો હતો બીજી તરફ નેશનલ તેમજ સ્ટેટ હાઇવે પર અકસ્માતનું મુખ્ય કારણ પણ ઓવર સ્પીડ પણ જવાબદાર માનવામાં આવી રહી છે.

લ્યો બોલો…સુરેન્દ્રનગર જિલ્લા આરોગ્ય અધિકારીને જ ખબર નથી કે ટી.બી. ની દવા ખાલી થઈ ગઈ છે..!

Back to top button
error: Content is protected !!