GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI :મોરબી વિદેશી દારૂના ગુનામાં નાસતા ફરતા આરોપીને પેરોલ ફર્લો સ્ક્વોડે ઝડપી લીધો 

MORBI મોરબી વિદેશી દારૂના ગુનામાં નાસતા ફરતા આરોપીને પેરોલ ફર્લો સ્ક્વોડે ઝડપી લીધો

 

 

મોરબી તાલુકા પોલીસમાં નોંધાયેલ વિદેશી દારૂના ગુનામાં છેલ્લા ૬ માસથી ફરાર આરોપીને મોરબી પેરોલ ફર્લો સ્ક્વોડ ટીમ દ્વારા પૂર્વ બાતમીને આધારે તાલુકાના લાલપર ગામેથી પકડી લેવામાં આવ્યો છે.

મોરબી પેરોલ ફર્લો પોલીસ ટીમ જીલ્લામાં નાસતા ફરતા, જેલ ફરારી કે જેલમાં વચગાળાના જામીન લઈ ફરાર થઇ ગયેલા આરોપીને પકડી પાડવા કાર્યરત હોય તે દરમિયાન ખાનગીરાહે બાતમી મળેલ કે મોરબી તાલુકા પોલીસ મથકમાં નોંધાયેલ વિદેશી દારૂના ગુનામાં છેલ્લા ૬ માસથી ફરાર મૂળ સુરેન્દ્રનગર જીલ્લાના લીયા ગામનો આરોપી હાલ લાલપર ગામ હોવાની બાતમીને આધારે મોરબી તાલુકાના લાલપર ગામે તપાસ કરતા લાલપર ગામના બસસ્ટેન્ડ નજીકથી આરોપી સફવન ઉર્ફે રાજુ હનીફભાઈ કાસમભાઈ આગરીયા ઉવ.૨૪ રહે.મૂળ લીયા ગામ જી.સુ.નગર હાલ ધ્રાંગધ્રા નરશીપરા બસ સ્ટેન્ડ પાછળવાળાને પકડી લઈ હસ્તગત કરી આગળની કાર્યવાહી અર્થે તાલુકા પોલીસ મથકમાં સોંપવા તજવીજ હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!