DEDIAPADAGUJARATNARMADA

ના રાજા, ના રંક; સબકા એક હી હૈં ન્યાય!” સાબિત કરતો કિસ્સો બન્યો સાગબારમાં

 

 “ ના રાજા, ના રંક; સબકા એક હી હૈં ન્યાય!” સાબિત કરતો કિસ્સો બન્યો સાગબારમાં…

 

 

 

  1. તાહિર મેમણ : ડેડીયાપાડા – નર્મદા જિલ્લા તથા સાગબારા તાલુકા પંચાયત ભાજપના ન્યાય સમિતિના ચેરમેનના સસરા તથા પતિને એક વર્ષની સજા ફટકારતી સાગબારા ફર્સ્ટ કલાસ કોર્ટ

નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના પલાસવાડા ગામે મતદારોને પર દાબદબાણ કરી એક જ પરિવારમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને ગ્રામ પંચાયત તથા અન્ય હોદ્દાઓ ભોગવી રહેલા ભાજપના અગ્રણી કાર્યકર્તાઓને તા.૨/૯/૨૦૧૧ ના રોજ સવારે ૧૦-00 વાગે બનાવ સંદર્ભમાં લોકોને ગંદીગાળો, માં-બેન સમાણી ગાળો, તું આગેવાન થઈ ગયો છે, ઉપરાણું કરી એકદમ ગુસ્સામાં અને જાનથી મારી નાખવાની ધમકી જેવી અનેક બાબતમાં ફરીયાદી યશવંતભાઈ નરસિંહ ભાઈને ડાબા પગે લાકડીના સપાટા માર્યા હતાં. તે બાબતે સાગબારા પોલીસ સ્ટેશને ફર્સ્ટ ગુના રજીસ્ટર નંબર ૩૩/૧૧ થી ઈન્ડિયન પિનલ કોડ કલમ- ૩૨૪, ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪ તથા જી.પી.એક્ટ ૧૩૫ મુજબ શિક્ષાપાત્ર ગુનો દાખલ થયો હતો. તે અંગે સાગબારા પોલીસ સ્ટેશનના અધિકારીએ જ્યુડીશિયલ મેજીસ્ટ્રેટ ફર્સ્ટ કલાસ સમક્ષ ચાર્જસીટ રજુ કરી હતી. તે અનુસંધાને ફોજદારી કેશ નં-૬૧૮/૨૦૧૧ થી આરોપીઓ વિરૂધ્ધ ૧૨ વર્ષથી ચાલતાં કેશમાં ફરીયાદી પક્ષના સરકારી વકીલ કે.આર.ચૌધરી તથા આરોપી પક્ષના વકીલ એચ.કે.દરજીની દલીલો સાંભળી નામદાર જ્યુડીશિયલ મેજીસ્ટ્રેટ ફર્સ્ટ કલાસ સાગબારાના જજ દ્રારા હુકમ કરતાં જણાવ્યું છે .કે, આરોપીઓ મોજે- (૧) મધુકર જયસિંગ વળવી (૨) કરણસિંગ જયસિંગ વળવી (3) અર્જુનભાઈ જયસિંગ વળવી (૪) કિશોરભાઈ આસ્માભાઈ નાઈક (૫) અનિલભાઈ જાલમસિંગ નાઈક (૬) દિલીપભાઈ કરમસિંગ નાઈક મોજે તમામ.પલાસવાડા તા.સાગબારા જિ.નર્મદાઓને ભારતીયદંડ સંહીતાની કલમ-૩૨૪ સાથે વંચાણે લેતાં તે મુજબના ગુનામાં એક વર્ષની સાદી કેદની સજા તથા દરેક આરોપીઓને રૂપિયા ૫૦૦૦/- નો દંડ અને દંડ ન ભરે તો દિન-૩૦ની સાદી કેદની સજા ભોગવવાનો હુકમ કરાતાં ભાજપમાં ખળભળાટ મચી ગયો છે. કેમકે આજ સુધી શામ, દામ અને દંડની નિતીથી હંમેશા છટકબારી કરતાં હતાં. કેમકે આરોપી મધુકર જયસિંગ જિલ્લા પંચાયત નર્મદાના સામાજીક ન્યાય સમિતિના ગંગાબેન વિનાયક ઉર્ફે પિન્ટુભાઈના સસરા થાય છે. અને આરોપી દિલીપભાઈ કરમસિંગ સાગબારા તાલુકા પંચાયતના સામાજીક ન્યાય સમિતિના ચેરમેન અંજનાબેનના પતિ થાય છે. જે હુકમ વાયુવેગે પ્રસરી જતાં જનતામાં ખળબળાટ મચ્યો છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!