GUJARATSURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKOWADHAWAN

સુરેન્દ્રનગરમાં ઇ-મેમોની રીકવરી માટે ડ્રાઇવ યોજી રૂ.36,700 ની રિકવરી

તા.31/08/2023/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લામાં પોલીસ દ્વારા સી.સી.ટી.વી મોનીટરીંગ કરી જે લોકો ટ્રાફીકના નિયમોનો ભંગ કરે છે તેવા લોકોને ઇ મેમા ઇશ્યુ કરવામાં આવી રહેલ છે સુરેન્દ્રનગર જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ અને જિલ્લા પોલીસના સંકલનથી જે લોકોએ ઇ મેમાનો દંડ ભરેલ નથી તેવા અંદાજીત વીસ હજાર વાહન લોકો વિરૂધ્ધ તા.09/09/2023 ના રોજ પી-લીટીગેશન લોક અદાલતનું આયોજન કરવામાં આવેલ છે જે વાહન ચાલકોએ ઇ મેમાનો દંડ ભરેલ નથી તેવા વાહન ચાલકો પાસેથી દંડ રીકવર કરવા સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ વડા ગીરીશ પંડ્યા તથા ડીવાયએસપી એચ.પી.દોશી સાહેબનાં માર્ગદર્શન હેઠળ તા.29/08/2023 ના રોજ કલાક 17/00 થી 19/00 દરમિયાન મેક્સન સર્કલ ખાતે એક ખાસ રીકવરી ડ્રાઇવનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં નીચે મુજબની કાર્યવાહી કરવામાં આવેલ છે વાહન ચાલકોએ ઇ-મેમાનો દંડ ભરેલ નથી તેવા વાહનોના નંબર નેત્રમ ખાતેથી સીસ્ટમમાં એલર્ટ પર રાખી મેક્સન સર્કલ પર ટ્રાફિક પોલીસ, જોરાવરનગર પોલીસ તથા નેત્રમના પોલીસ અધિકારી કર્મચારીઓએ એલર્ટ મળેલ વાહનોના બાકી દંડની રીકવરી કરવામાં આવેલ છે જેમાં કુલ 76 ઇ મેમાનો કુલ રૂ.36,700 ની રીકવરી કરવામાં આવેલ છે આમ સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ દ્વારા પ્રિ-લીટીગેશન લોક અદાલત અનુસંધાને પેન્ડીંગ ઇ મેમાની રીકવરી માટે એક ખાસ રીકવરી ડ્રાઇવનું આયોજન કરવામાં આવેલ છે તેમજ આગામી સમયમાં આ રીતે રીકવરી ડ્રાઇવ રાખવામાં આવશે.

લ્યો બોલો…સુરેન્દ્રનગર જિલ્લા આરોગ્ય અધિકારીને જ ખબર નથી કે ટી.બી. ની દવા ખાલી થઈ ગઈ છે..!

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!