NAVSARIVANSADA

Vansda:વાંસદા પોલીસે નકલી નોટ ગોરખધંધોનો પર્દાફાશ કર્યો..

વાંસદા પોલીસે નકલી નોટ ગોરખધંધોનો પર્દાફાશ કર્યો..
વાત્સલ્યમ્ સમાચાર
પ્રિતેશ પટેલ,વાંસદા

વાંસદા પોલીસ ટીમને બાતમી હકીકત મળતા,સુરતથી અનાવલ થઈને બે ફોર વ્હીલ વાહનોમાં અમુક ઈસમો રૂ.૫૦૦/-ના ભારતીય દરની
બનાવટી ચલણી નોટો લઈ ભીનારથી વાંસદા તરફ આવનાર છે જે બાતમી હકીકત આધારે વાંસદા પોલીસ ટીમ
દ્વારા પંચો રૂબરૂ ભીનાર ત્રણ રસ્તા ખાતે નાકાબંધી કરી હકીકત વાળી કુલ બે ફોર વ્હીલ વાહનો અટકાવી પંચો
રૂબરૂ ઝડતી તપાસ કરતા કુલ પાંચ આરોપીઓ પાસેથી રૂ.૫૦૦/-ના ભારતીય દરની બનાવટી ચલણી નોટો નંગ-
૨૯૯૪/- તથા નંગ-૬ અસલ ચલણી નોટો મળી કુલ રૂ.૧૫,૦૦,૦૦૦/ લાખની ચલણી નોટો સહીત કુલ
રૂ.૩૭,૪૨,૦૦૦/-જેટલો મુદ્દામાલ રીકવર કરી વાંસદા પોલીસ સ્ટેશન એ ઈ.પી.કો.કલમ-૪૮૯(ગ),૪૦૬,૪૨૦,૧૨૦(બી) મુજબનો ગુનો દાખલ કરવમાં આવેલ છે તથા આગળની
તપાસ શ્રી.પી.બી.પટેલીયા,પોલીસ ઈન્સ્પેક્ટરશ્રી, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ નવસારીનાઓને સોપવામાં આવેલ
છે.

આ બનાવટી ચલણી નોટોને સાચી નોટો તરીકે હોટલો કે પેટ્રોલ પંપ ઉપર ગ્રાહકો પાસે વટાવવાના તથા સગેવગે
કરી ગુનાહીત વિશ્વાસઘાત અને ઠગાઈ કરવાના ઈરાદે સાથે
રાખી કોઈ ગ્રાહક સાથે બનાવટી નોટોની ડીલ કરતી
વખતે ઝઘડો કે તકરાર થાય ત્યારે સાથેના પોલીસ કર્મચારી દ્વારા તેની પાસેની સરકારી પિસ્તોલથી ગ્રાહકને
ડરાવી ધમકાવી રૂ.૧૫,૦૦,૦૦૦/-ની બનાવટી ચલણો નોટો સામે રૂ.૫,૦૦,૦૦૦/-ની અસલ ચલણી નોટો
મેળવવાનું ગુનાહીત ક્રુત્ય કરેલ છે.
અટક કરવામાં આવેલ આરોપીઓ-(૧) જેનીશ જગદીશભાઇ પટેલ ઉ.વ.૪૦ રહે બારડોલી (૨) પ્રકાશભાઇ ગુલાબભાઇ કામલે ઉ.વ.૨૯ રહે-બારડોલી
(૩) શ્રવણકુમાર ફુલજીભાઈ પટેલ ઉ.વ.૨૭ રહે.બારડોલી
(૪) રાહુલકુમાર રમેશચંદ્ર શર્મા ઉ.વ.૩૮ .ઉગત રોડ,પાલનપુર
જકાતનાકા તા.જી-સુરત (૫) યોગેશભાાં યુવરાજભાઈ કોન્સ્ટેબલ પોલીસ હેડ
ક્વાટર,સુરત,ઉ.વ.૪૨, રહે,સરોલી તા-ઓલપાડ જી-સુરત,હાલ
આશારામ વિરૂધ્ધના કેસમાં મહિલા સાક્ષીના હથિયારી સુરક્ષા ગાર્ડ તરીકે ફરજ બજાવે છે.

મુદ્દામાલ-ભારતીય દરની બનાવટી ચલણી નોટો-૨૯૯૪ કિ.રૂ.૧૪,૯૭,૦૦૦/-તથા ૬
નંગ-અસલ નોટો મળી કિ.રૂ.૧૫,૦૦,૦૦૦/- (૨) મોબાઈલ ફોન નંગ-૭ કિ.રૂ.૩૬,૦૦૦/- (૩) રોકડ રકમ
રૂ.૬,૦૦૦/- (૪) આઈ 20, સ્કોડા રેપીડ ફોરવ્હીલ વાહનો કિ.રૂ.૨૨,૦૦,૦૦૦/-(૫) સરકારી પિસ્તોલ,મેગેઝીન
તથા કાર્ટીઝ નંગ-૧૦ (૬) આરોપીઓની અંગ ઝડતી માંથી મળી આવેલ આધાર કાર્ડ,પાન કાર્ડ,ડ્રાઇવીંગ
લાયસન્સ જેવા દસ્તાવેજો
કિ.રૂ.૩૭,૪૨,૦૦૦/-નો મુદ્દામાલ.
કામગીરી કરનાર વાંસદા પોલીસ ટીમના સભ્યો- PSI શ્રી જયદીપસિંહ વી.ચાવડા , ASI અનિલભાઇ
લક્ષ્મણભાઇ ,HC નિલેશભાઇ અરવિંદભાઇ ,

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!