JETPURRAJKOT

રાજકોટ આઈ.ટી.આઈ. ખાતે ૨૭ માર્ચએ રોજગાર ભરતી મેળો યોજાશે

તા.૨૫ માર્ચ

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

રાજકોટ સ્માર્ટ સિટી માટે કામ કરતી કંપનીમાં ૨૦૦ જગ્યાઓ માટે ભરતી

શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ અને રાજકોટ આઈ.ટી.આઈ. દ્વારા રાજકોટ સ્માર્ટ સિટી માટે કામ કરતી એમનેક્ષ ઇન્ફોટેકનોલોજીસ પ્રા.લી. અમદાવાદ માટે તા.૨૭/૦૩/૨૦૨૩, સોમવારના રોજ સવારે ૦૯.૩૦ વાગ્યે આજી ડેમ પાસે આવેલ ગવર્નમેન્ટ આઈ.ટી.આઈ. ખાતે રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.

રાજકોટ શહેરમાં મોબાઈલ એપ્લીકેશન દ્વારા ડોર ટુ ડોર પ્રોપર્ટી સર્વેને લગતી કામગીરી માટે ફિલ્ડ સર્વે એક્ઝિક્યુટિવની ૨૦૦ જગ્યા માટે સ્ત્રી કે પુરુષ ઉમેદવારોની ૩ મહિના અને ત્યાર બાદ જરૂરિયાત મુજબનાં સમયગાળા માટે કોન્ટ્રાક્ટ બેઈઝ ભરતી કરવામાં આવશે. આઈ.ટી.આઈ. કોઈ પણ ટ્રેડ, ૧૦ પાસ, ૧૨ પાસ, ગ્રેજ્યુએટની શૈક્ષિણક લાયકાત ધરાવતાં ૧૮ થી ૩૦ વર્ષની ઉંમરનાં ફિઝિકલ ફિટનેસ તેમજ સ્માર્ટ ફોન ધરાવતા અનુભવી કે બિનઅનુભવી ઉમેદવારો ભાગ લઈ શકશે. ઉમેદવારોને ફૂલ ડે કામગીરીનાં રૂ. ૧૫,૦૦૦/- તથા અડધા દિવસ માટે રૂ. ૭,૫૦૦/- પગાર મળવાપાત્ર છે. કંપની તરફથી પસંદગી પામનારને શરૂઆતમાં ટ્રેનીંગ આપવામાં આવશે, તેમજ ડેઇલી વર્ક માટે આઈ-કાર્ડ આપવામાં આવશે. એક્ઝિક્યુટિવને તેમની કામગીરીના આધારે સુપરવાઈઝર તરીકે બઢતી પણ મળી શકે છે. કંપની વિશે વધુ વિગતો www.amnex.com વેબસાઈટ પરથી મળી રહેશે.

આ ભરતી મેળામાં જોડાવા ઈચ્છુક ઉમેદવારોએ ધોરણ ૧૦ ની માર્કશીટ, આઈ.ટી.આઈ.ની તમામ માર્કશીટ, આધારકાર્ડ, પાસપોર્ટ ફોટોગ્રાફ્સ – ૨ નંગ, પાનકાર્ડ(જો હોય તો) બાયોડેટા અથવા રિઝયુમ સહિતના ડોક્યુમેન્ટ્સ ઓરીજીનલ તથા ઝેરોક્ષનો એક સેટ સાથે લાવવાનાં રહેશે. રજીસ્ટ્રેશન, ફોર્મ ફીલિંગ, મૌખિક ઈન્ટરવ્યુ દ્વારા સ્ક્રીનીંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. પસંદગી પામેલ ઉમેદવારોએ કંપનીમાં તાત્કાલિક ધોરણે જોઈનીંગ કરવાનું રહેશે. આ અંગે વધુ માહિતી માટે આઈ.ટી.આઈ. રાજકોટમાં પ્લેસમેન્ટ વિભાગનો સંપર્ક કરવા આઈ.ટી.આઈ.નાં આચાર્યશ્રી સાગર રાડિયાની યાદીમાં જણાવાયું છે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!