JUNAGADHJUNAGADH CITY / TALUKO

જૂનાગઢ કાનૂની સેવા સત્તા મંડળ અને ડો.સુભાષ મહિલા કોલેજના સંયુક્ત ઉપક્રમે કાનૂની શિક્ષણ શિબિર યોજાઈ

જૂનાગઢ કાનૂની સેવા સત્તા મંડળ અને ડો.સુભાષ મહિલા કોલેજના સંયુક્ત ઉપક્રમે કાનૂની શિક્ષણ શિબિર યોજાઈ
ભરત બોરીચા – જુનાગઢ
જૂનાગઢ : વર્તમાન સમયમાં ખાસ કરીને વિધ્યાર્થી વર્ગમાં કાયદો અને વ્યવસ્થાને લઈને જાગૃતિ લાવવા માટે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ અને ડો.સુભાષ મહિલા કોલેજ ના સંયુક્ત ઉપક્રમે ડો.સુભાષ મહિલા કોલેજ ખાતે કાનૂની શિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું
આ શિબિરમાં પોક્સો અવેરનેસ કેન્પેઈન અંતર્ગત એકટ ૨૦૧૨ વિષે વિધાર્થીઓને અવગત કરવામાં આવ્યા હતા. સર્વધર્મ પ્રાર્થના અને મહેમાનોના સ્વાગત બાદ મહેમાનોને શબ્દોથી આવકારી પ્રિ.ડો.બલરામ ચાવડાએ કાર્યક્રમની ભૂમિકા બાંધી આપી હતી.
આ શિબિરમાં સચિવ જિલ્લા કાનૂની સેવા સતા મંડળ, જૂનાગઢ સિવિલ જજ એચ.એમ.પરમાર તથા એડીશનલ જજ કુ.એમ.એમ.નવધરે તથા એડીશનલ જજ કુ.શિપ્રા શ્યાલે પોક્સો કલમ વિશે વિગત વાર છાત્રોને માહિતી આપી હતી.આ શિબિરમાં એડવોકેટ ઋત્વી વાવૈયા અને એડવોકેટ વેલેન્ટીના ડીસોજાએ સવિસ્તર સરળ ભાષામાં સમજુતી આપી વિધાર્થીઓ સાથે પ્રશ્નોતરી કરી હતી.
નિર્ભયા બ્રિગેડ હેઠળ તાલીમ પામેલ પ્રેમાનંદ સ્કુલની બે વિધાર્થીની કુ.કાચા નિધિ અને કુ.ભટ્ટ જિયાએ પણ પ્રવચન આપી વિધાર્થીનીઓને સમજ પૂરી પાડી હતી.સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે ડૉ.પિયુષ મર્થક અને અશોકભાઈ પરમારે જહેમત ઉઠાવી હતી. સમાજ ઉપયોગી આવા કાર્યક્રમ યોજવા બદલ સંસ્થાના ટ્રસ્ટી જવાહરભાઈ ચાવડાએ અભિનંદન પાઠવ્યા હતા.
આ કાર્યક્રમની આભારવિધિ પ્રો.નયના બહેન ગજ્જર અને કાર્યક્રમનું સંચાલન ડો.પ્રદ્યુમ્ન ખાચરે કર્યું હતું.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!