SABARKANTHA

*અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના ધી ઓડ દુધ ઉત્પાદક સહકારી મંડળી લી. માં દુધ ગ્રાહકો ના પગારોની સેક્રેટરી અને ચેરમેન ને કરેલ નાણાંની ઉચાપત

*અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના ધી ઓડ દુધ ઉત્પાદક સહકારી મંડળી લી. માં દુધ ગ્રાહકો ના પગારોની સેક્રેટરી અને ચેરમેન ને કરેલ નાણાંની ઉચાપત*

મળતી માહિતી મુજબ અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાનું ઓડ ગામમાં સંપૂર્ણ આદિવાસી વિસ્તાર આવેલો છે જેમાં મોટા ભાગની વસ્તી ખેતી અને પશુપાલન પર આધારિત ડેરીમાં દુધ ભરાવીને પોતાનું ગુજરાત ચલાવે છે.
ધી ઓડ દૂધ ઉત્પાદક સહકારી મંડળી લી. ના હોદ્દેદારો શ્રી સંજય કુમાર મનુભાઈ પારઘી ( સેક્રેટરી ) અને પોપટભાઈ કાંતિભાઈ પારઘી (ચેરમેન) જેઓ રહે ઓડ તથા અન્ય અધિકારીઓ ને મળી તારીખ: ૦૧/૦૧/૨૦૨૨ થી ૧૧/૦૫/૨૦૨૨ ના વચ્ચેના સમય ગાળાના દૂધ ભરણા ની યાદી પ્રમાણે જે તે બેંક ખાતાઓમાં પગાર જમાં કરેલ નથી. આવા હોદ્દેદારો અને અધિકારીઓ ના લીધે સરકારશ્રી ની મહિલા સ્વાલબન યોજના ને ઠેસ પહોચે છે અને સરકાર શ્રી ની છબી ખરાબ થાય છે પગાર જમાં ન થવા બાબતે દૂધ ગ્રાહકોને અવાર નવાર મિટિંગ કરી સેક્રેટરી અને ચેરમેન ને પગારો જમાં કરવા મૌખિક રજૂઆત કરેલ તેમ છતાં કઈજ પરિણામ ન મળતાં ધી ઓડ દુધ ઉત્પાદક સહકારી મંડળી લી. ના ગ્રાહકો જિલ્લા રજીસ્ટર સહકારી મંડળી અરવલ્લી – મોડાસા ને લેખિત અને મૌખિક રજૂઆત કરેલ તેમ છતાં આજ દિન સુધી દૂધ ગ્રાહકોના પગારો જમાં કરવામાં આવેલ નથી.
મંડળીના હોદ્દેદારો અને લાગતા વળગતા તમામ અધિકારી આ ઉચાપતમાં સામેલ હોય તેવી દૂધ ગ્રાહકોને શંકા છે. આ બાબતે એક જાગૃત મહિલા દૂધ ગ્રાહકે ભાનુબેન તારીખ: ૨૭/૦૯/૨૦૨૩ ના રોજ માનનીય મુખ્યમંત્રીશ્રી ને લેખિત રજૂઆત કરી છે સાથે સાથે પોલીસ વિભાગને ફરિયાદ રજીસ્ટર કરી યોગ્ય તપાસ કરી ઉચાપત નું મોટું કૌભાંડ બહાર લાવી સામેલ તમામ હોદ્દેદારો તથા અધિકારીઓ પર કાનૂની કાર્યવાહી થાય તેવી માંગ કરી છે.

અહેવાલ. કિરણ ડાભી. સાબરકાંઠા.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!