NANDODNARMADA

રાજપીપલા કરજણ નદી ઓવારા પાસે નવનિર્માણ થઈ રહેલ રીંગ રોડના નાળા કોન્ટ્રાક્ટરે પૂરી દેતા ખેડૂતોમાં રોષ

રાજપીપલા કરજણ નદી ઓવારા પાસે નવનિર્માણ થઈ રહેલ રીંગ રોડના નાળા કોન્ટ્રાક્ટરે પૂરી દેતા ખેડૂતોમાં રોષ

 

નાળા બનાવવાની જગ્યાએ માટી પુરાણ કરી બંધ કરી દેવાતા ચોમાસા દરમિયાન તકલીફ ઊભી થશે : ખેડૂત

 

રાજપીપલા: જુનેદ ખત્રી

 

નર્મદા જિલ્લાના વડુમથક રાજપીપળા ખાતે સપોર્ટ સંકુલની બાજુમાંથી કાલાઘોડા કરજણ નદીના કિનારે આશરે 6 કિમી રીંગરોડ નવીનીકરણ કરવામા આવી રહ્યો છે ત્યારે રોડ ઉપર વર્ષોથી બનાવેલા નાળા કોન્ટ્રાક્ટરે માટીથી પૂરી દેતા સ્થાનિક ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે

રાજપીપળામાં ઓવારા પાસેથી કરજણ નદીના કિનારે થઈ કાલાઘોડા કરજણ બ્રિજ સુધી રોડ રિંગ રોડ તરીકે ઓળખાય છે વારંવાર આ રોડ ચોમાસાની ઋતુ દરમિયાન નદીમાં પૂર આવતા ધોવાઈ જાય છે ત્યારે આ ૦૬ કિમી રોડને ૧૪.૩૫ કરોડના ખર્ચે નવો બનાવવામાં આવી રહ્યો છે જેમાં રાજપીપળા સ્પોર્ટ સંકુલ પાસે કોન્ટ્રાક્ટર દ્વારા ત્રણ નાળા માટી થી પૂરી દેવામાં આવ્યા છે જેના કારણે સ્થાનિક ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે આ બાબતે ખેડૂતોએ કલેકટર કચેરી ખાતે અરજી કરી હતી ત્યારે કલેકટરે નાંદોદ મામલતદારને સમગ્ર બાબતે ચકાસણી કરવા હુકમ કર્યો હતો પરંતુ અત્યાર સુધી કોઈ અધિકારી સ્થળ ઉપર ફરકયા સુધા નથી વરસાદી ઋતુમાં જ્યારે કરજણ ડેમમાંથી પાણી છોડવામાં આવે છે ત્યારે નાળા બંધ કરવાથી એક તરફ પાણી ભરાઈ જવાથી ખેડૂતોને નુકશાનીનો ભય સતાવી રહ્યો છે ત્યારે સત્વરે તંત્ર જાગે અને નાળા ખુલ્લા કરાવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે

 

કોન્ટ્રાક્ટરે પૈસા બચાવવા નાળા બનાવવાની જગ્યાએ માટીથી પૂરી દીધા હોવાનો ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે ત્યારે ટેન્ડર પ્રક્રિયામાં નાળા બનાવવા બાબતે શું ઉલ્લેખ છે તે જોવું રહ્યું ઉપરાંત નાંદોદ મામલતદાર સ્થળ મુલાકાત લઈ યોગ્ય નિરાકરણ લાવે છે કે કેમ તે પણ મોટો સવાલ છે!?

Back to top button
error: Content is protected !!