ઝઘડિયા તાલુકાના રાણીપુરા ગામ ખાતે શ્રી વેરાઈ માતાજી મંદિર નો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો
સમસ્ત ગામની કુળદેવી માં વેરાઇ ની પ્રતિષ્ઠા પુજા માં ૧૨ યજમાનો જોડાયા
ઝઘડિયા તાલુકાના રાણીપુરા ગામે બેદિવસીય વેરાઈ માતાજી મંદિર નો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજયો હતો, કાર્યક્રમ ના પ્રથમ દિવસે માતાજીની શોભાયાત્રા સમગ્ર રાણીપુરા ગામમાં યોજાઇ હતી જેમાં મોટી સંખ્યામાં તમામ સમાજના લોકો આગેવાનો જોડાયા હતા, કાર્યક્રમ ના બીજા દિવસે પ્રતિષ્ઠા ની મુખ્ય પુજા તથા હવન યોજાયો હતો, માતાજીની પ્રતિષ્ઠા પુજા માં ૧૨ યજમાનો જોડાયા હતા, ભુદેવો દ્વારા શાસ્ત્રોક્ત વિધિ અનુસાર પ્રતિષ્ઠા મહોત્સવ ની વિધી કરાવી પૂર્ણાહુતિ કરી હતી, પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કાર્યક્રમ માં મોટી સંખ્યામાં ભકતો ગ્રામજનો જોડાયા હતા, કાર્યક્રમ ની પૂર્ણાહુતિ બાદ સમગ્ર ગ્રામજનો માટે ભંડારાનુ આયોજન કરવામાં આવ્યું હતું.
ઈરફાનખત્રી
રાજપારડી