SURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKOWADHAWAN

સુરેન્દ્રનગર વઢવાણ સંયુકત પાલિકામાં સ્ટ્રીટ લાઇટોની ઓનલાઇન ફરિયાદ કામગીરી બંધ

તા.26/09/2023/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

વઢવાણ: સુરેન્દ્રનગર શહેરી વિસ્તાર સાથે વઢવાણ પાલિકા વિસ્તારના વિવિધ રોડ રસ્તા અને ગલી, મહોલ્લાઓમાં લાખોશકરોડોના ખર્ચે 18,થી 70 વોલ્ટની 30 હજાર જેટલી એલ.ઈ.ડી સ્ટ્રીટ લાઈટો નાંખવામાં આવી છે તેમજ કોઈપણ વિસ્તારમાં ઉદ્ભવતી સ્ટ્રીટ લાઈટોની સમસ્યા માટે પાલિકા દ્વારા ઓનલાઈન ફરિયાદ નોંધાવવાની સુવિધાઓ શરૂ કરવામાં આવ્યા બાદ એકા એક બંધ કરી દેવામાં આવી છે ત્યારે જનતાના પૈસાનો પાલિકાના સત્તાધીશો ધુમાડો કરી રહ્યા હોવાનો રોષ શહેરીજનોએ ઠાલવ્યો હતો ઉપરાંત પાલિકામાં વિસ્તારમાં નાંખવામાં આવેલી 30 હજાર જેટલી સ્ટ્રીટ લાઈટના બીલ પેટે રૂ.10 થી 15 લાખનું ચુકવવામાં આવી રહ્યાનું પાલિકાના સુત્રો પાસેથી જાણવા મળ્યુ છે સુરેન્દ્રનગર, વઢવાણ, જોરાવરનગર, રતનપર સહિતના અનેક સોસાયટી વિસ્તારોમાં છેલ્લા ઘણા લાંબા સમયથી બંધ રહેતી સ્ટ્રીટ લાઈટોનો સામાનો શહેરીજનો કરી રહ્યા છે હાલ વરસાદની સિઝનમાં આ સમસ્યા સવિશેષ રહેતી હોવાની બુમરાણો પણ સાંભળા મળી રહી છે તેવા સમયે સ્ટ્રીટ લાઈટોની ફરિયાદો નોંધાવવા માટે ઓનલાઈન સુવિધા એકા એક બંધ કરી દેવામાં આવતા ફિયાસ્કો થયો છે.

લ્યો બોલો…સુરેન્દ્રનગર જિલ્લા આરોગ્ય અધિકારીને જ ખબર નથી કે ટી.બી. ની દવા ખાલી થઈ ગઈ છે..!

Back to top button
error: Content is protected !!