HALOLPANCHMAHAL

હાલોલ- એલેમ્બિક સીએસઆર ફાઉન્ડેશન દ્વારા ગ્રામીણ વિસ્તારોની કિશોરીઓને માસિક અંગે જાગૃતિ આપવામા આવી

તા.૨૭.મે

વાત્સલ્યમ સમાચાર

કાદીર દાઢી.હાલોલ

એલેમ્બીક સી.એસ.આર. ફાઉન્ડેશન દ્વારા હાલોલના પાનેલાવ અને તેની આસપાસના ૧૫ ગામોમાં કુપોષણનો દર ઘટે તે માટે પ્રયાસ કરવામાં આવે છે. જેના અનુસંધાને વિશ્વ માસિક દિવસની ઉજવણીના ભાગરૂપે એલેમ્બિક સી.એસ.આર. ફાઉન્ડેશન દ્વારા પ્રોજેક્ટ સૂપોષણ હેઠળ સંકલિત બાળવિકાસ વિભાગની તેમજ આરોગ્ય વિભાગના સંયુક્ત ઉપક્રમે ૧૭ આંગણવાડીમાં ૨૦૦ જેટલી કિશોરીઓને માસિક ધર્મ અંગે જાગૃતી કાર્યકમ યોજવામાં આવ્યા હતા.જેમાં કિશોરીઓને માસિક ધર્મમાં લેવાના સાવચેતીના પગલાં તથા સાફ સફાઈ રાખવા અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા.આ સાથે કિશોરીઓનું વજન ઊંચાઈ તેમજ કંપની દ્વારા નિશુલ્ક લોહીની તપાસ કરવામાં આવી હતી.આ સાથે તેમને સેનીટરી પેડનું વિતરણ કરવામાં આવ્યું હતું.જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!