NATIONAL

Delhi High Court : દિલ્હી હાઈકોર્ટે કેન્દ્ર સરકારને દવાઓના વેચાણ પર નીતિ બનાવવાનો કર્યો આદેશ

દિલ્હી હાઈકોર્ટે 16 નવેમ્બર કેન્દ્ર સરકારને 8 અઠવાડિયાની અંદર દવાઓના ઓનલાઈન વેચાણ અંગે નીતિ બનાવવાનો નિર્દેશ આપ્યો હતો. કાર્યકારી ચીફ જસ્ટિસ મનમોહન અને જસ્ટિસ મિની પુષ્કર્ણની ડિવિઝન બેન્ચે કહ્યું કે આ મામલો પાંચ વર્ષથી કોર્ટમાં પેન્ડિંગ છે. તેથી કેન્દ્ર સરકારને આ મામલે નીતિ લાવવાની છેલ્લી તક આપવામાં આવી રહી છે.

ડિસેમ્બર 2018માં, હાઈકોર્ટે દવાઓના ઓનલાઈન વેચાણ પર પ્રતિબંધ મૂકવાનો આદેશ પસાર કર્યો હતો કારણ કે તેને ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક્સ એક્ટ1940 અને ફાર્મસી એક્ટ 1948 હેઠળ મંજૂરી નથી. 2018માં પણ મદ્રાસ હાઈકોર્ટ સમક્ષ આવો જ એક મુદ્દો આવ્યો હતો.

ઓનલાઈન દવાઓનું વેચાણ ચાલુ રાખવા બદલ ઈ-ફાર્મસી સામે પગલાં લેવાની માગણી કરતી દિલ્હી હાઈકોર્ટમાં અવમાનનાની અરજી પણ દાખલ કરવામાં આવી છે. કોર્ટના આદેશ છતાં કસૂરવાર ઈ-ફાર્મસી સામે કોઈ પગલાં ન લેવાતાં કેન્દ્ર સરકાર સામે પગલાં ભરવાની પણ માંગ કરવામાં આવી છે.

ઈ-ફાર્મસીએ કોર્ટને જણાવ્યું છે કે તેમને દવાઓ અને પ્રિસ્ક્રિપ્શન દવાઓના ઓનલાઈન વેચાણ માટે લાયસન્સની જરૂર નથી કારણ કે તેઓ માત્ર દવાઓની ડિલિવરી કરે છે જેમ કે સ્વિગી જેવી ફૂડ ડિલિવરી એપ દ્વારા ખોરાકની ડિલિવરી થાય છે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!