GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીમાં ખોખરા હનુમાનજી ખાતે આવલી સંસ્કૃત મહાવિદ્યાલયમાં ‘વિશ્વ ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન ડે’ ઉજવાયો

મોરબીમાં ખોખરા હનુમાનજી ખાતે આવલી સંસ્કૃત મહાવિદ્યાલયમાં ‘વિશ્વ ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન ડે’ ઉજવાયો

 

‘વિશ્વ ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન દિવસ’ અન્વયે મોરબીના ખોખરા હનુમાનજી ખાતે આવેલી શ્રી સદગુરૂ સંસ્કૃત મહાવિદ્યાલય ખાતે આપતિ વ્યવસ્થાપન વિશે માહિતગાર કરી ‘વિશ્વ ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન દિવસ’ની ઉજવણી કરવામાં આવી હતી.

દર વર્ષે ઑક્ટોબરમાં ‘વિશ્વ ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન ડે’ તરીકે મનાવવામાં આવે છે. કુદરતી તેમજ માનવ સર્જીત આફત જેવી કે પુર, ભુકંપ, વાવાઝોડુ, અકસ્માત, આગ, રોગચાળો વગેરે જેવી આપત્તીઓ સંપુર્ણપણે અટકાવી શકાતી નથી, પરંતુ થોડીક કાળજી અને સજાગતા તેમજ પુર્વ તૈયારીથી આવી આફતથી થતી જાનમાલની નુકશાનીમાં ઘટાડો કરી શકાય છે. આ દિવસની ઉજવણી અન્વયે વિશ્વભરમાં લોકોને આપત્તિઓ અને જોખમો વિશે જાગૃત કરવામાં આવે છે.

આ વર્ષે ‘વિશ્વ ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન દિવસ’-૨૦૨૩ની થીમ ‘સ્થિતિસ્થાપક ભવિષ્ય માટે અસમાનતા સામે લડવું’ (Fighting inequality for a resilient future) રાખવામાં આવી છે. આ ઉજવણીના ભાગરૂપે મોરબીમાં ખોખરા હનુમાન ખાતે આવેલી સંસ્કૃત પાઠશાળાના ૬૫ ઋષિકુમારોને આપત્તિ નિવારણ અંગેનું માર્ગદર્શન, અગ્નિશામક યંત્રનો ઉપયોગ અને ૧૦૮ ઇમર્જન્સી સેવાથી માહિતગાર કરવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમમાં મોરબી ડીઝાસ્ટર વિભાગના કન્સલ્ટન્ટ ડૉ. ધાર્મિક પુરોહિત, મોરબી ચીફ ફાયર ઓફિસરશ્રી દેવેન્દ્રસિંહ જાડેજા, ૧૦૮ ઇમર્જન્સી સર્વિસના કર્મચારી, સંસ્કૃત મહાવિદ્યાલયના પ્રિન્સિપાલશ્રી દિપક મહેતા અને શિક્ષકશ્રીઓએ હાજર રહી ઋષિકુમારોને માહિતી પુરી પડી હતી.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

MORBI:સતવારા સમાજના ધાર્મિક કાર્યમાં પધારેલ મોરબી – માળિયાના ધારાસભ્યને લોકોએ મૂળભૂત મુદ્દાઓથી ધેરીયા જુઓ વિડિયો વાત્સલ્યમ્ સમાચાર પર

 

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!