JETPURRAJKOT

‘ઇન્ટરનેશનલ પાયલોટ ડે’’ ની ઉજવણી કરતા ૧૦૮ ઈમરજન્સી સેવાકર્મીઓ

તા.૨૬ મે

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

દર વર્ષે ૨૬ મે ના દિવસે ઉજવાતા ‘‘ઇન્ટરનેશનલ પાયલેટ ડે’’ ની ઉજવણી ઇ.એમ.આર.આઇ. ગ્રીન હેલ્થ સર્વિસીસ ૧૦૮ ઈમરજન્સી સેવા દ્વારા કરવામાં આવી હતી.

૧૦૮ ઈમરજન્સી સેવા તેમજ ઇ.એમ.આર.આઇ. ગ્રીન હેલ્થ સર્વિસીસના અત્યારના અને ભૂતકાળમાં સેવા આપી ચુકેલા પાયલોટ મિત્રોની ઉત્કૃષ્ટ કામગીરીને આ દિવસે બિરદાવવામાં આવે છે. ‘‘ઇન્ટરનેશનલ પાયલોટ ડે’’ની ઉજવણી અમરેલી ખાતે કરાઇ હતી, જેમાં રાજકોટ જિલ્લાના ૧૦૮ ઇમરજન્સી સેવા, આરોગ્ય સંજીવની સેવા, ૧૮૧ અભિયાન, તથા ૧૯૬૨ એનિમલ હેલ્પલાઇનમાં કામ કરતા કર્મચારીઓનું અમરેલી જિલ્લા ખાતે સન્માન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ગુજરાત રાજ્યના તથા સૌરાષ્ટ્ર ઝોનના ઇ.એમ.આઇ. ગ્રીન હેલ્થ સર્વિસના તમામ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

Back to top button
error: Content is protected !!