GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં હાઉસ ટુ હાઉસ આમંત્રણ પત્રિકાનું વિતરણ કરાઇ

તા.૧૬/૪/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

Rajkot: રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને જિલ્લા કલેકટરશ્રી જિલ્લા પુરવઠા અધિકારીશ્રી, મામલદારશ્રી રાજકોટ પુર્વના માર્ગદર્શન હેઠળ તથા અધિક કલેકટરશ્રી અને નોડલ ઓફિસરશ્રી જિજ્ઞાસા ગઢવીના માર્ગદર્શન હેઠળ લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪માં જિલ્લામાં નોંધાયેલા દરેક મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને લોકશાહીના પર્વમાં જોડાઈ તે માટે “સ્વીપ” પ્રવૃતિ અંતર્ગત “મતદાર જાગૃતિ” સંદર્ભે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે.

આ ઉપક્રમે ૬૮ રાજકોટ પુર્વ વિધાનસભા મત વિસ્તારમાં પુરુષ અને સ્ત્રીના મતદાનમાં ૧૦% કરતા વધુ તફાવત રહેલ છે તે પૈકી ભાગ નંબર ૨૧૯ – જંગલેશ્વર વિસ્તાર, રાજકોટ ખાતે ઝોનલ ઓફીસરશ્રી વિજયરાય દેવમુરારી, તથા બુથ લેવલ ઓફિસરશ્રી વિવેક પંચોલી દ્વારા *હાઉસ ટુ હાઉસ આમંત્રણ પત્રિકાનું વિતરણ કરી “મતદાર જાગૃતિ” કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં તમામને મતદાર જાગૃતિ વિશેની સમજૂતી આપી તથા ચૂંટણીમાં અચૂક મતદાન કરવા તથા કરાવવા માટે સર્વને અપીલ કરવામાં આવી હતી.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!