SSC પરીક્ષામાં નર્મદા જિલ્લામાં ૫૭૭૦ વિદ્યાર્થીઓ પાસ થયા જિલ્લાનું ૮૮.૪૦ ટકા પરિણામ
જિલ્લાની ૩૦ શાળાઓ માં ૧૦૦ ટકા પરિણામ
રાજપીપલા : જુનેદ ખત્રી
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ-ગાંધીનગર દ્વારા ધો.૧૦નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં નર્મદા જિલ્લામાં આ વર્ષે ૨૦૨૫ માં કુલ ૬૭૬૭ વિદ્યાર્થીઓ નોંધાયા હતાં. નર્મદા જિલ્લાનું પરિણામ ૮૮.૪૦ ટકા છે. નર્મદા જિલ્લામાં ૩૦ શાળાઓ ૧૦૦ ટકા પરિણામ ધરાવે છે.
નર્મદા જિલ્લામાં કુલ કુલ ૬૭૬૭ વિદ્યાર્થીઓ નોંધાયા હતાં. જેમાંથી કુલ ૬૫૨૭ વિદ્યાર્થીઓએ પરિક્ષામાં હાજરી આપી હતી. જેમાં કુલ ૫૭૭૦ વિદ્યાર્થીઓ પાસ થયા છે. જ્યારે ૭૫૭ વિદ્યાર્થીઓ નાપાસ થયા છે. જિલ્લાનું ગ્રેડ આધારિત પરિણામ જોઈએ તો જિલ્લામાં કુલ ૬૫૬૭ વિદ્યાર્થીઓ નોંધાયા છે. જેમાં કુલ ૧૦૩ ને એ-૧ ગ્રેડ, ૫૦૭ ને એ-૨ ગ્રેડ, ૧૧૭૪ ને બી-૧ ગ્રેડ, ૧૫૭૬ ને બી-૨ ગ્રેડ, ૧૫૭૬ ને સી-૧ ગ્રેડ, ૧૬૩૨ ને સી-૨ ગ્રેડ મેળવ્યો છે.