JETPURRAJKOT

કલેકટરશ્રી પ્રભવ જોશીના અધ્યક્ષસ્થાને ડીસ્ટ્રીકટ રોડ સેફટી કાઉન્સિલની બેઠક યોજાઈ

તા.૧૬ મે

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

કલેકટરશ્રીના હસ્તે રોડ અકસ્માતમાં મદદગાર પોલીસકર્મીઓનું ”ગુડ સમરીટન” થી સન્માન કરાયું

રોડ અકસ્મતો અટકાવવા બ્લેક સ્પોટ, એન્ફોર્સમેન્ટ, રોડ સેફટી જાગૃતતા, ઇમર્જન્સીમાં મદદ સહિતના મુદ્દે પરામર્સ કરાયો

રાજકોટ જિલ્લામાં ખાસ કરીને હાઇવે પર અકસ્માતોના નિવારણ અર્થે કલેકટરશ્રી પ્રભવ જોશીના અધ્યક્ષસ્થાને ડીસ્ટ્રીકટ રોડ સેફટી કાઉન્સિલની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જે વિસ્તારમાં સૌથી વધુ અક્સ્માતોનુ પ્રમાણ હોઈ તેવા બ્લેક સ્પોટ પર રોડ એંજિનયિરિંગ, સાઈનેજ, એન્ફોર્સમેન્ટ અમલવારી, વાહન અકસ્માત નિવારણ અર્થે જનજાગૃતિ તેમજ અકસ્માત સમયે મદદગારી અંગે વિવિધ વિભાગો દ્વારા કરવામાં આવેલી કામગીરીની સમીક્ષા તેમજ પરામર્સ કરવામાં આવ્યો હતો.

પોલીસ અધિક્ષકશ્રી જયપાલસિંહ રાઠોર દ્વારા ખાસ કરીને જેતપુર, ગોંડલ, રાજકોટ હાઇવે પર અકસ્માતો નિવારણ અર્થે ખાસ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. અકસ્માત નિવારણ માટે ઓવર સ્પીડ જવાબદાર હોઈ રોડ પર રમ્બલ સ્ટ્રીપ, કેટ આઇ તેમજ સાઈનેજીસ વધારવા સૂચના આપવામાં આવી હતી. હાઇવે પર અડચણરૂપ હોર્ડિંગ્સ દૂર કરવા, અનધિકૃત રીતે હાઈવેને બ્રેક કરી ખુલ્લો કરવામાં આવતા ઈસમો વિરુદ્ધ ગુનો દાખલ કરવા, ઓવર સ્પીડે ચાલતા વાહનો વિરુદ્ધ પગલાં લેવા પોલીસ અધિક્ષક દ્વારા તાકીદ કરવામાં આવી હતી.

અકસ્માત સમયે ગંભીર વ્યક્તિને મદદરૂપ બનવા ખાસ ”ગુડ સમરીટન” એવોર્ડ આપવામાં આવતો હોવાનું રોડ સેફટી કમિટીના એક્ઝિક્યુટિવ ચીફ એન્ફોર્સમેન્ટ ઓફિસરશ્રી જે.વી.શાહે માહિતી આપી જણાવી કહ્યુ હતું કે, ગંભીર વ્યક્તિને હોસ્પિટલ સુધી પહોંચાડવામાં મદદગારને રૂા. ૫ હજારનું ઇનામ આપવામાં આવે છે. રાજ્ય સરકાર દ્વારા ૪૮ કલાક દરમ્યાન રૂા. ૫૦ હજાર સુધીનો સારવારનો ખર્ચ આપવામાં આવે છે. જયારે હિટ એન્ડ રન કેસમાં ઘાયલ વ્યક્તિને રૂ. ૫૦ હજાર તેમજ મૃત્યુ પામનાર વ્યક્તિના પરિવારજનોને રૂા. ૨ લાખ આર્થિક સહાય રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવે છે.

આ તકે વિવિધ અકસ્માતોમાં ઘાયલને હોસ્પિટલ સુધી પહોંચાડનાર પોલીસ કર્મચારીઓ સર્વે શ્રી નાયબ પોલીસ અધિક્ષક, ગોંડલ શ્રી કે.જી.ઝાલા, શંભુભાઈ રણછોડભાઈ (આ.પો.કોન્સેટબલ) અને હિપેન્દ્રસિંહ (ડ્રા. પો.કોન્સેટબલ) નું કલેકટર શ્રીના હસ્તે સન્માન કરાયું હતું.

આર.ટી.ઓ અધિકારીશ્રી કે. એમ. ખાપેડે આર.ટી.ઓ દ્વારા ટ્રાફિક નિયમન જાગૃતિ અર્થે કરવામાં આવેલા સેમિનાર અંગે માહિતી પુરી પાડી હતી. નેશનલ હાઇવે ઓથોરિટી, આર.એન્ડ.બી., રૂડા, મહાનગરપાલિકા સહિતના વિભાગ દ્વારા બ્લેક સ્પોટ પર કરવામાં આવેલ શોર્ટ ટર્મ કામગીરીની માહિતી પુરી પાડવામાં આવી હતી.

આ બેઠકમાં નિવાસી અધિક કલેકટરશ્રી એસ.જે. ખાચર, બોલબાલા ટ્રસ્ટના શ્રી જયેશભાઈ ઉપાધ્યાય સહીત વિવિધ વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!