GUJARATJETPURRAJKOT

Rajkot: રાજકોટ જિલ્લાના જસદણ અને વિંછીયા પંથકના અધિકારીઓ સાથે સંકલન બેઠક યોજતા મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયા

તા.૫/૧૧/૨૦૨૩

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

વિચરતી વિમુક્ત જાતિને આવાસ માટે પ્લોટની ફાળવણી – દરેક ગામોને સાફસફાઇ કરીને ચોખાચાણાંક બનાવવા સૂચના આપી

રાજ્યના જળસંપત્તિ અને પાણી પુરવઠા, અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા વિભાગના મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાની અધ્યક્ષતામાં જસદણ તાલુકા સેવા સદન ખાતે જસદણ અને વિંછીયા પંથકના પ્રશ્નોના ઉકેલ માટે અધિકારીઓ સાથે સંકલન સમિતિની બેઠક યોજાઇ હતી.

આ બેઠકમાં મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાએ જસદણ અને વિંછીયા તાલુકાની સરકારી કામગીરી અને પ્રજાના પ્રશ્નો અંગે સવિસ્તાર ચર્ચા-વિચારણા કરી હતી. જેમાં મુખ્યત્વે વિલેજવાઈઝ વિચરતી વિમુક્ત જાતિને આવાસ માટે પ્લોટની ફાળવણી, ગામતળ, ગૌચર અને સ્મશાનની જમીનની માંગણી, સરકારી જમીન ઉપર દબાણ દૂર કરવા, જર્જરિત આંગણવાડીઓનું રીનોવેશન, જ્યોતિગ્રામ યોજના અંતર્ગત વીજજોડાણ, સ્વામિત્વ યોજનાના પ્રોપર્ટી કાર્ડ, તહેવારો અનુસંધાને વધારે બસો અને ટ્રાફિક સમસ્યા, આયુષ્માન કાર્ડ, ભાડલાની સરકારી શાળામાં પેવરબ્લોક નાખવા, રાજાવડલામાં ભૂગર્ભ ગટર સહિતની બાબતોને આવરી લેવામાં આવી હતી. ત્યારે મંત્રીશ્રીએ વિચરતી વિમુક્ત જાતિના આવાસની અરજીથી લઈને કબ્જા સુધીની પ્રક્રિયાનું ફોલોઅપ લેતા રહેવા જણાવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે રાજકોટ જિલ્લાના જસદણ અને વીંછિયા તાલુકામાં પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના અંતર્ગત તા. ૦૧ એપ્રિલથી ૨૬ ઓક્ટોબર, ૨૦૨૩ સુધી કુલ ૧૮૩ લાભાર્થીઓને રૂ. ૭૬ લાખ ૮૦ હજારની સહાય ચૂકવાઇ છે.

આ ઉપરાંત, મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાએ અધિકારીઓને જનહિતની કામગીરી અસરકારક અને જવાબદારીપૂર્વક કરવા સૂચના આપી હતી. તેમજ અરજદારોને સંતોષકારક ઉત્તર આપવા તથા જનતાની અરજીનો ત્વરિત સકારાત્મક નિકાલ કરવા તાકીદ કરી હતી. ‘સ્વચ્છતા એ જ સેવા’ અભિયાન અંતર્ગત દરેક ગામોમાં પ્રવેશદ્વાર, બસ સ્ટેન્ડ સહિતના જાહેર સ્થળોને સાફસફાઇ કરીને ચોખાચાણાંક બનાવવા ઉપર મંત્રીશ્રીએ વિશેષ ભાર મૂક્યો હતો.

આ તકે મંત્રીશ્રીએ અરજદારોને રૂબરૂ મળી, તેમની રજૂઆતો સાંભળીને તેના ઉકેલ માટે અધિકારીઓને સૂચના આપી હતી. પ્રાંત અધિકારીશ્રી રાજેશભાઈ આલએ તા. ૨૪ અને ૨૫ નવેમ્બરે યોજાનારા રવિ કૃષિ મહોત્સવ અને સેવા સેતુ કાર્યક્રમ અંગે જાણકારી આપી હતી.

આ બેઠકમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી મહેશભાઈ નાકિયા, જસદણ મામલતદારશ્રી એમ. સી. રાજ્યગુરુ, વીંછિયા મામલતદારશ્રી આર. કે. પંચાલ, જસદણ તાલુકા વિકાસ અધિકારીશ્રી કે. સી. ચુડાસમા, વીંછિયા તાલુકા વિકાસ અધિકારીશ્રી એમ. ડી. ડુમરા (ઇન્ચાર્જ) તેમજ તલાટી કમ મંત્રીશ્રીઓ, મહેસૂલી તલાટીશ્રીઓ, શિક્ષણ, આરોગ્ય, પોલીસ, એસ.ટી., પી.જી.વી.સી.એલ. સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ અને તાલુકા પંચાયતના સદસ્યો ઉપસ્થિત રહ્યાં હતાં.

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!