DAHOD

દાહોદ માં મહિલાની મદદે અભયમ એ દાહોદ ૧૮૧ની રેસ્ક્યુ ટીમ સ્થળ પહોંચી 

તા.૦૮.૦૪.૨૦૨૩

વાત્સલ્યમ સમાચાર

અજય સાંસી દાહોદ

દાહોદ માં મહિલાની મદદે અભયમ એ દાહોદ ૧૮૧ની રેસ્ક્યુ ટીમ સ્થળ પહોંચી

એકલું જીવન ગાળતી મહિલાની મદદે અભયમ દાહોદ.

દાહોદ માંથી એક ત્રાહિત વ્યકિત એ 181 મહિલા હેલ્પલાઇન માં કોલ કરેલ કે એક મહિલા એકલવાયું જીવન જીવે છે જેને કેટલાક તોફાની છોકરાઓ હેરાન કરતા હોય છે જેને મદદ કરવા અપીલ કરતા અભયમ રેસ્ક્યું ટીમ દાહોદ સ્થળ પર પહોંચી મહીલાને સુરક્ષિત આશ્રય અપાવવામાં આવેલ છે.

મળતી માહિતી એકલાં હોવાથી અને ભૂખ તરસ થી હેરાન થતા મહિલા ભીખ માગી ને ગુજરાન ચલાવતા હતાં પરંતું કેટલાક છોકરાઓ હેરાન કરી કોઈ એ આપેલ પેસા મારપીટ કરી લઇ લેતાં હતાં

અભયમ ટીમે મહિલા ને આશ્વાશન આપેલ અને પરિવાર ની પૂછપરછ કરેલ જેમાં મહિલા બીજા જિલ્લા નાં છે પરતું પરિવારમા કોઈ નથી માટે ઘરે થી નિકળી ગયેલા. શરુઆત માં કામકાજ ની શોધખોળ કરેલ પરતું બહાર નાં હોવથી કોઈ એ કામ આપેલ નહી જેથી છેવટે ભીખ માંગવાનું શરૂ કરેલ . તેઓ શારીરિક અને માનસિક રીતે ખુબ જ હેરાન થયેલા હોવાથી સુરક્ષિત આશ્રય ની જરુર હોવાથી સખી વન સ્ટોપ સેન્ટર મા રાખવામાં આવેલ છે

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!