NANDODNARMADA

રાજપીપળા DGVCL ના અંધેર વહીવટથી કંટાળેલી પ્રજા MLA ના નિવાસસ્થાને રજૂઆત કરવા પહોંચી 

રાજપીપળા DGVCL ના અંધેર વહીવટથી કંટાળેલી પ્રજા MLA ના નિવાસસ્થાને રજૂઆત કરવા પહોંચી

 

રાજપીપળા: જુનેદ ખત્રી

Related Articles

 

તા. ૨૩ રાજપીપળા વીજ કંપની અંધેરી નગરી ગડું રાજા જેવી નીતિ થી રાજપીપળા ની પ્રજા કંટાળી ચૂકી છે, હજુ તો ચોમાસુ આવ્યું નથી છતાં દરરોજ દિવસ દરમિયાન ચાર થી પાંચ વખત લાઈટો બંધ રહેતા આકરી ગરમી માં લોકો કંટાળી ચૂક્યા છે છતાં વીજ કંપની ના અધિકારીઓ મગ નું નામ મરી પાડતા નથી અને આ લાઈટો જવાનો સીલસીલો યથાવત છે

 

છેલ્લા વીસેક દિવસથી આખા દિવસ માં ચાર પાંચ વાર લાઈટ જવી એ રાજપીપળા માં સામાન્ય થઈ ગયું છે, અને બુધવારે રાત્રે બાર વાગે ગયેલી લાઈટ બે વાગે આવી અને આ બે કલાક ના સમયગાળા માં લોકો આકરી ગરમી વચ્ચે પરસેવે રેબઝેબ થઈ ગયા જેમાં વૃધ્ધો અને નાના બાળકો ની હાલત ખુબ ખરાબ જોવા મળી હોવાથી કંટાળેલા લોકો પહેલા વીજ કંપની ના ફરિયાદ કેન્દ્ર ઉપર ગયા ત્યાં હલ્લાબોલ કર્યા બાદ કલેકટર ના બંગલે અને સાંસદ ના બંગલે પહોંચ્યા પરંતુ આ બંને નહિ મળતા અંતે નાંદોદ ધારાસભ્ય ડો. દર્શનાબેન ના ઘરે આખું ટોળું પહોચ્યું અને વીજ કંપની ની આવી ઢીલી કામગીરી મુદ્દે રજુઆત કરી હતી.

 

લોકોનું કહેવું છે કે વારંવાર લાઈટો જવી એ કોકનું કાવતરું છે નહિ તો ભૂતકાળ માં ક્યારેય આવું નથી બન્યું માટે ભરૂચ અને સુરત બેઠેલા વીજ કંપની ના ઉચ્ચ અધિકારીઓ રાજપીપળા વીજ કંપની ના અધિકારીઓ પાસે આ બાબતનો રિપોર્ટ માંગી લાઈટો નિયમિત રહે એ માટે યોગ્ય પગલાં કે તેવી માંગ ઉઠી છે.

પઠાણી ઉઘરાણી કરતી વીજ કંપની પઠાણી લાઈટ કેમ ના આપે ??

અ અત્રે ઉલ્લેખનીય છે કે જ્યારે બાકી પડતું વીજ બિલની ઉઘરાણી વીજ કંપની દ્વારા દાદાગીરીથી કરવામાં આવે છે ગ્રાહકોનું થોડું ઘણું વીજબિલ બાકી હોય તો પણ વીજ કનેક્શન કાપી નાખવામાં આવે છે અને મીટર લઈ જવામાં આવે છે ત્યારે આવી જ હોશિયારી સારી લાઈટ આપવામાં વીજ કંપની બતાવે તેવી લોકોમાં ચર્ચા છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!