GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના લાતી પ્લોટ તળાવ કાંઠે ઘાસની આડમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

MORBI:મોરબીના લાતી પ્લોટ તળાવ કાંઠે ઘાસની આડમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

એ ડિવિઝન પોલીસે વિદેશી દારૂની ૪૩૨ બોટલ સાથે બાળકિશોરની ધરપકડ કરી,મુખ્ય બે આરોપી ફરાર

મોરબી એ ડિવિઝન પોલીસે બાતમીને આધારે લાતી પ્લોટમાં આવેલ તળાવ કાંઠે દરોડો પાડી ઘાસની આડમાં છુપાવી વિદેશી દારૂની હેરાફેરી કરતા કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકિશોરની અટક કરી છે. પોલીસે સ્થળ ઉપરથી વિદેશી દારૂની કુલ ૪૩૨ બોટલનો જથ્થો ઝડપી લીધેલ હતો. જયારે પોલીસના દરોડા દરમિયાન મુખ્ય બે આરોપીઓ હાજર નહિ મળતા તેને ફરાર દર્શાવી ત્રણેય આરોપીઓ વિરુદ્ધ પ્રોહી. હેઠળ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી સીટી એ ડીવી.પો.સ્ટાફ પેટ્રોલીગમા હોય દરમ્યાન પો.હેડકોન્સ ચકુભાઇ કરોતરાને ખાનગીરાહે હકિકત મળેલ કે મહમદ ઉર્ફે કારો હાજીભાઇ મુસાણી તથા અલ્તાફ હાજીભાઇ ખોડ બંને ઇસમો લાતીપ્લોટ તળાવના કાંઠે ઘાસમા ઈગ્લીસ દારૂનો જથ્થો રાખી ઈગ્લીસ દારૂની બોટલોનુ વેચાણ કરે છે. જે હકિકત આધારે લાતીપ્લોટમા આવેલ તળાવ કાંઠે રેઇડ કરતા એક કાયદાના સંઘર્ષમા આવેલ બાળકીશોર તળાવકાંઠે ઘાસમાથી ઇગ્લીશદારૂની હેરફેર કરતા મળી આવતા તેની પાસેથી ઇગ્લીશ દારૂની અલગ અલગ બ્રાન્ડની કુલ ૪૩૨ બોટલ કિ.રૂ.૧,૬૪,૩૨૦/- ના મુદામાલ કબ્જે કરી આ સાથે ઇગ્લીશ દારૂનો જથ્થો વેચાણ કરવા આપનાર મુખ્ય આરોપી મહમદ ઉર્ફે કારો હાજીભાઇ મુસાણી રહે.મોરબી મકરાણીવાસ તથા અલ્તાફ હાજીભાઇ ખોડ રહે.મોરબી લાતીપ્લોટ શેરીનં.૮ ગેસના ગોડાઉન પાસે દરોડા દરમિયાન હાજર મળી ન અવતા તેને પકડી પાડવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. મોરબી એ ડિવિઝન પોલીસે ત્રણેયઆરોપીઓ વિરુદ્ધ પ્રોહી. હેઠળ ગુન્હો નોંધી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

MORBI:સતવારા સમાજના ધાર્મિક કાર્યમાં પધારેલ મોરબી – માળિયાના ધારાસભ્યને લોકોએ મૂળભૂત મુદ્દાઓથી ધેરીયા જુઓ વિડિયો વાત્સલ્યમ્ સમાચાર પર

 

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!