GUJARATNAVSARI

Navsari: ભારતના ચૂંટણી પંચના ‘Every Vote Counts’ ના અભિગમને સાર્થક કરવા નવસારી ચૂંટણી તંત્ર કટીબધ્ધ

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી

મતદારોની દ્રષ્ટીએ ભારત એ વિશ્વની સૌથી મોટી લોકશાહી છે, જે સર્વવિદિત છે. સાથોસાથ, વિશાળ અને વૈવિધ્યસભર ભૂપૃષ્ઠોને કારણે પણ દેશનો એકપણ નાગરિક મતદાનના અધિકારથી વંચિત રહી ન જાય તે સુનિશ્ચિત કરવું એ પણ મોટો પડકાર છે. પરંતુ ભારતના ચૂંટણી પંચના ‘Every Vote Counts’ ના અભિગમને સાર્થક કરવામાં દેશનું ચૂંટણી તંત્ર સહિત નવસારી ચૂંટણી તંત્ર કટીબધ્ધ છે.

ત્યારે નવસારી જિલ્લામાં જિલ્લા ચૂંટણી તંત્ર તથા જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીના સંયુક્ક્ત ઉપક્રમે વિવિધ જનજાગૃતિની પ્રવૃતિઓનું સુદ્રઢ આયોજન કરી જિલ્લાના પણ કોઇ મતદાર મતદાન આપવામાંથી બાકાત ન રહે તેવા સઘન પ્રયાસો હાથ ધરાયા છે. આ કામગીરી અન્વયે આજરોજ કલેક્ટર કચેરીના સભાખંડમાં જિલ્લા શિક્ષણાધિકારી જયેશ ચૌધરી તથા જિલા નાયબ ચૂંટણી અધિકારીશ્રી પ્રિયંકાબેનના માર્ગદર્શન હેઠળ નવસારી જિલ્લામાં ગત ચૂંટણીઓમાં જે મતદાન મથક ખાતે ૫૦ ટકા કરતા ઓછું મતદાન થયું હોય તથા એવા મતદાન મથક જ્યા પુરુષોની સરખામણીમાં મહિલાઓના મતદાનની ટકાવારી ૧૦ ટકા કરતાં ઓછી હોય તેવા મથકના બીએલઓ સાથે બેઠક યોજાઇ હતી.

બેઠકમાં બીએલઓ સાથે સક્રિય ચર્ચા કરી ઓછા મતદાન થવા પાછળના કારણો અંગે ચર્ચા કરી આ પ્રશ્નો અંગે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. ઉપરાંત આવનારી લોકસભા ચૂંટણીમાં આ પરિસ્થિતી ન થાય તે  માટે નાગરિકોને વિવિધ જનજાગૃતિના કાર્યક્રમોમાં સાંકળવા આયોજન કરવામાં આવ્યું હતું. બેઠકમાં થયેલ ચર્ચા અનુસાર આગામી દિવસોમાં ‘ચુનાવ પાઠશાલા”નું આયોજન  દરેક વિસ્તારમાં કરવામાં આવશે ચૂંટણી પંચ તરથી આપવામાં આવેલ મતદાન કરવા પ્રેરિત કરેતી આમંત્રણ પત્રીકાનું વિતરણ કરી આગામી ૭મે મેના રોજ મતદાન કરવા પ્રેરિત થાય તેવા સઘન પ્રયાસો હાથ ધરવામાં આવશે. આમ, ભારતના ચૂંટણી પંચના ‘Every Vote Counts’ ના સંકલ્પને સાર્થક કરવા નવસારી ચૂંટણી તંત્ર દ્વારા કરવામાં આવેલા સંનિષ્ઠ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે.

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!