GUJARATPRANTIJSABARKANTHATALOD

સાબરકાંઠાના પ્રાંતિજ તાલુકાના મોરવાડ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું ગ્રામજનોએ ઉત્સાહભેર સ્વાગત કર્યું

સાબરકાંઠાના પ્રાંતિજ તાલુકાના મોરવાડ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું ગ્રામજનોએ ઉત્સાહભેર સ્વાગત કર્યું

**

નાના ભૂલકાઓ દ્વારા ‘ધરતી કહે પુકાર કે’ ની ખુબ સુંદર પ્રસ્તુતિ કરાઇ હતી

**

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના મોરવાડ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા ધારાસભ્યશ્રી ગજેન્દ્રસિંહ પરમાર અને જિલ્લા સમાહર્તાશ્રી નૈમેષ દવે ની ઉપસ્થિતિમાં યોજાઇ હતી. ગ્રામજનોએ ઉત્સાહભેર રથને આવકાર આપી સ્વાગત કર્યું હતું.

આ પ્રસંગે ગ્રામજનો અને સૌ ઉપસ્થિતોએ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીનો રેકોર્ડ કરેલા વિકસિત ભારત સંકલ્પ અન્વયે પ્રજાજોગ સંદેશો સાંભળી પ્રદર્શન નિહાળ્યું હતું. આ પ્રસંગે ગામના નાના ભૂલકાઓ દ્વારા ‘ધરતી કહે પુકાર કે’ ની ખુબ સુંદર પ્રસ્તુતિ કરાઇ હતી.

આ પ્રસંગે પોષણ યોજના, પીએમ કિસાન સ્વનિધી, પીએમ આવાસ યોજના (ગ્રામીણ), આયુષ્માન કાર્ડ વગેરે યોજનાના લાભાર્થીઓ તેમને મળેલ લાભની મેરી કહાની મેરી ઝુબાની અંતર્ગત વાત કરી હતી. ઉપરાંત ગ્રામ પંચાયતની ૧૦૦% નળ જોડાણની સિદ્ધિ માટે પ્રશસ્તિ પત્ર, ભૂમિ સન્માન પત્ર એનાયત કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ગામના ખેલાડીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે તાલુકા વિકાસ અધિકારીશ્રી, ગામના સરપંચશ્રી, જન પ્રતિનિધિઓ, આગેવાનો, અધિકારી/કર્મચારીશ્રીઓ તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!