GUJARATJETPURRAJKOT

Rajkot: લોધિકા અને પડધરી તાલુકાના યુવાનો-યુવતીઓ માટે લોધિકામાં “ઉદ્યોગસાહસિકતા વિકાસ તાલીમ કાર્યક્રમ” યોજાશે

તા.૪/૧૨/૨૦૨૩

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

Rajkot: ઉદ્યોગસાહસિકતા અને કૌશલ્ય વિકાસ માટે કાર્ય કરતી ગુજરાત સરકારની અગ્રીમ સંસ્થા ‘ઉદ્યોગસાહસિકતા વિકાસ સંસ્થાન (સી.ઈ.ડી)’ દ્વારા સંચાલિત “જી.આઈ.ડી.સી. સ્કીલ અપગ્રેડેશન સેન્ટર, લોધિકા (મેટોડા જી.આઇ.ડી.સી.) ખાતે લોધિકા અને પડધરી તાલુકાના ઉદ્યોગસાહસિક બનવા ઈચ્છતા મહત્વકાંક્ષી યુવાનો-યુવતીઓ માટે “ઉદ્યોગસાહસિકતા વિકાસ તાલીમ કાર્યક્રમ”નું આયોજન કરવામાં આવ્યું છે.

આ કાર્યક્રમમાં રસ ધરાવતા ઉમેદવારોએ વધુ માહિતી માટે જી.આઈ.ડી.સી., સ્કીલ અપગ્રેડેશન સેન્ટર, લોધિકા(મેટોડા જીઆઇડીસી)”, ગેઇટ ન. ૨, મેટોડા જી.આઇ.ડી.સી., યુફ્રેશ મિલ્ક કંપનીની સામે, રાજકોટ ખાતે રૂબરૂ મુલાકાત લેવી. આ ઉપરાંત ઉપરોક્ત સેન્ટરનું સફળ સંચાલન કરી તાલુકાના યુવાનોને કૌશલ્ય વિકાસની તાલીમ આપી શકે તેવા રસ ધરાવતા ટ્રેનીંગ પાર્ટનર એ ઇન્ચાર્જ શ્રી પ્રકાશ ગોહેલ, સીનીયર એક્ક્ષિક્યુટિવ (લોધિકા અને ગોંડલ), સી.ઈ.ડી. રાજકોટ રીજીયન મો. ૯૩૧૩૩ ૫૭૮૧૩ નો સંપર્ક કરવા સંસ્થાની યાદીમાં જણાવાયું છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!