KALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ તાલુકાની ખેડા પ્રાથમિક શાળામાં ઉજવાયો માતૃ-પિતૃ પૂજન દિવસ.

તારીખ ૧૫ ફેબ્રુઆરી

વાત્સલ્યમ્ સમાચાર

સાજીદ વાઘેલા કાલોલ

આપણા શ્રુતિ અને સ્મૃતિ ગ્રંથોમાં માતા-પિતાને પરમેશ્વર કરતાં પણ ઉચ્ચ સ્થાન આપવામાં આવ્યું છે.વળી,આપણી સનાતન ભારતીય સંસ્કૃતિ પ્રાચીન કાળથી જ સર્વ દેવોની ઉપાસના પૂર્વે માતા-પિતાના પૂજનને જ પ્રાધાન્ય આપે છે.અત:આપણા સંતોએ પ્રેમના પ્રતીક સમા દિવસ ૧૪મી ફેબ્રુઆરીને માતૃ-પિતૃ પૂજન દિવસ તરીકે ઉજવવાનો અભિગમ વ્યક્ત કર્યો હતો અને આથી સમગ્ર ભારભરમાં ૧૪મી ફેબ્રુઆરીના રોજ માતૃ-પિતૃ પૂજન કરવામાં આવે છે. જે અંતર્ગત કાલોલ તાલુકાની ખેડા પ્રાથમિક શાળામાં પણ આ માતૃ-પિતૃ પૂજન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શાળાના આચાર્ય જાદવ ગણપતસિંહ દ્વારા પ્રસંગોચિત પ્રેરક ઉદ્બોધન કરવામાં આવ્યું હતું.આ વિશેષ દિને ૩૦ જેટલા વાલીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.વિધાર્થીઓ દ્વારા થયેલી આવી માતા-પિતાની વૈદિક પૂજા થકી વાલીઓ પણ ભાવુક થઈ ગયા હતા.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!