GUJARATHALOLPANCHMAHAL

હાલોલ બસસ્ટેન્ડમાં વેધર શેડ ન હોવાને કારણે મુસાફરોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો.

 

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૨૯.૬.૨૦૨૫

હાલોલ નગરના મુખ્ય બસ સ્ટેન્ડ ની આગળ લગાવવામાં આવેલ વેધર શેડ ૨,વર્ષ અને ૧ માસ અગાઉ વાવાઝોડામાં તૂટી પડ્યા બાદ હજુ સુધી આ વેધર શેડ તેની યોગ્ય જગ્યાએ લગાવવામાં ન આવતા છેલ્લા બે વર્ષથી મુસાફરો ગરમીમાં તેમજ ચોમાસામાં મુસાફરોએ વરસાદમાં મુશ્કેલીનો સામનો કર્યો. હવે આવનારા દિવસોમાં વરસાદ શરૂ થઈ ગયો છે. ત્યારે મુસાફરોને બસમાંથી ઉતરીને આવવા તેમજ બસમાં બેસવા જતા ફરજિયાત વરસાદમાં પલળીને જવું પડે છે. જેનાથી ગોકળગતીએ ચાલતી એસ.ટી.ની રીનોવેશન કામગીરી સામે પ્રશ્નો ઉઠ્યા છે સાથે સાથે મુસાફરોમાં રોસ પણ જોવા મળી રહ્યો છે.હાલોલ બસ સ્ટેન્ડ ખાતે સામાન્ય સંજોગોમાં અંદાજિત ૩૦૦ થી ૪૦૦, જેટલા મુસાફરો હોય છે. ત્યારે અચાનક વરસાદ શરૂ થાય ત્યારે પ્લેટફોર્મ ની અંદર આ મુસાફરો ને ઉભા રહેવા ની ક્ષમતા મર્યાદિત હોય તે સમયે પૂરતી સુવિધા ના અભાવ ને પગલે મુસાફરોને વરસાદમાં પલળવાનો વારો આવે છે.હાલોલ નું નવીન બસ સ્ટેન્ડ સન ૨૦૧૫, માં બન્યા બાદ તત્કાલીન મુખ્યમંત્રી તેમજ હાલના ઉત્તર પ્રદેશના મહામહિમ રાજ્યપાલ આનંદીબેન પટેલના હસ્તે તે જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા. ત્યારે તા.૨૩.૫.૨૦૧૫ ના રોજ હાલોલના નવ નિર્મિત બસ સ્ટેન્ડ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેમાં ૬, પ્લેટફોર્મ વાળુ બસ સ્ટેન્ડ નું નવીન બિલ્ડીંગ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જે બિલ્ડીંગની આગળના ભાગે પ્લેટફોર્મ ઉપર આવતી બસોમાં મુસાફરો આવન જાવન કરી શકે ત્યાં એક વિશાળકાય વેધર શેડ બનાવવામાં આવ્યો હતો.જોકે આ વેધર શેડ આઠ વર્ષના ટૂંકા ગાળામાં ગત તા.૨૩.૫.૨૦૨૩ ના એક વાવાઝોડામાં ધરાશાઈ થઈ ગયો હતો. જોકે સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાની થયેલ ન હતી. જે બાદ આ વેધર શેડ બે દિવસમાં ઉતારી લેવામાં આવ્યો હતો. જોકે આ વેધર શેડ મુસાફરોની સુવિધા ને ધ્યાનમાં રાખી ફરીથી ટૂંકા ગાળામાં પંચમહાલ એસટી વિભાગ દ્વારા લગાવો જોઈતો હતો. પરંતુ આશ્ચર્યજનક રીતે આઠ માસ જેટલો સમય આ વેધર શેડ બસ સ્ટેશનના એક બાજુ જમીન પર ખડકેલો જોવા મળતો હતો. જો કે વેધર શેડ ને લઈને મુસાફરો દ્વારા લાગતા વળગતા તંત્ર પાસે જે તે સમયે વેધર શેડ મુસાફરની સુવિધા અર્થે લગાવવાની માંગ વારંવાર ઉઠતી હોય તંત્ર દ્વારા આ વેધર શેડ યથાવત જગ્યાએ લગાવવાની જગ્યાએ આ વેધર શેડને બસ સ્ટેશન ની એક બાજુ પરથી ઉઠાવીને દૂર ડેપો ખાતે લઈ જવામાં આવ્યો હતો તેમ તે વખતે જણાવવામાં આવ્યું હતું. આનાથી મુસાફરોની નજર વેધર શેડ પર પડે નહીં અને આ અંગે કોઈ પૂછપરછ કરે નહીં તેમ મુસાફર જનતા માં ચર્ચાઇ પણ રહ્યું છે.અહીંયા પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે ગુજરાત એસટી દ્વારા મુસાફરોની પ્રાથમિક સુવિધા તરફ ધ્યાન આપવામાં આવે છે.પરંતુ જિલ્લા તેમજ તાલુકા કક્ષાએ થાય છે. રહે છે ની નીતિના કારણે મુસાફર જનતાને મુશ્કેલીનો સામનો કરવો પડતો હોવાનું જોવા મળી રહ્યું છે. હાલોલ બસ સ્ટેન્ડ ખાતે થી પ્રતિદિન ખૂબ જ મોટી સંખ્યામાં મુસાફરો મુસાફરી કરતા હાલમાં જ્યારે ચોમાસુ શરૂ થયું છે ત્યારે આ વેધર શેડ તંત્ર દ્વારા યુદ્ધ ના ધોરણે બનાવવામાં આવે તેવી મુસાફરોમાં માંગ ઉઠી છે.બસ સ્ટેન્ડના લોકાર્પણ બાદ ૮, વર્ષના ટૂંકા ગાળામાં વેધર શેડ સામાન્ય વાવાઝોડામાં તૂટી જવા અંગે જે તે સમયે તે કામની ગુણવત્તાને લઈને પ્રશ્નો ઉઠ્યા હતા. મુસાફરોમાં એક ચર્ચા તે સમયે સાંભળવા મળતી હતી.કે આ કામગીરી કેવી હશે કે માત્ર આઠ વર્ષના ટૂંકા ગાળામાં સામાન્ય વાવાઝોડામાં વેધર શેડ તૂટી પડ્યો જોકે આ અંગે મુસાફરોના પ્રશ્નો માત્ર પ્રશ્નો જ રહી ગયા.હાલોલ બસ સ્ટેન્ડમાં બે વર્ષ અગાઉ તૂટી પડેલા વેધર શેડ પુનઃ લગાવવા અંગે અને મુસાફરોની સુવિધા વધારવા માટે પંચમહાલ એસટી એડવાઈઝરી કમિટી ના સભ્ય સુરેશભાઈ શાહ ના જણાવ્યા અનુસાર તેઓ દ્વારા રીવ્યુ મીટીંગોમાં આ વિષયને લઈને લેખિતમાં છ થી સાત વાર રજૂઆત કરવા છતાં હજુ સુધી આ કામ થયેલ નથી જો એડવાઈઝરી કમિટીના સભ્યની લેખિત રજૂઆતો તરફ એસટી તંત્ર આંખ આડા કાન કરતુ હોય તો આમ મુસાફરોની રજૂઆતો શું ધ્યાનમાં લેવાતી હશે ? એસટી એડવાઈઝરી કમિટીના સભ્યની રજૂઆતો પણ ધ્યાનમાં લેવાતી ન હોય તો આવી એસટી એડવાઈઝરી કમિટી બનાવવાનો કોઈ મતલબ ખરો.જોકે આ અંગે પંચમહાલ એસટી વિભાગીય નિયામક સાથે વાતચીત કરતા તેઓએ જણાવ્યું હતું કે આ અંગે એસટી સેન્ટ્રલ ઓફિસ અમદાવાદ પાસે ખર્ચ અંગે બજેટ ફાળવવાની માંગણી કરવામાં આવેલ છે તે મંજુર થઈ ગયેલ છે હવે આ કામગીરી નીતિ નિયમ મુજબ હાથ ધરવામાં આવશે.જોકે વેધર શેડને તૂટ્યા બાદ આ બીજા વિભાગીય નિયામક છે. આ અગાઉના વિભાગીય નિયમક પાસેથી જે તે સમયે આ જ પ્રકારના જવાબો મળતા પરંતુ કોઈ ચોક્કસ કામગીરી થયેલ જોવા મળેલ નહોતી જેનાથી મુસાફરોમાં પંચમહાલ એસટી વિભાગ તરફ નારાજગી કે સાથે રોષ જોવા મળી રહ્યો છે. શું બદલાયેલા સમયમાં નવા વિભાગીય નિયામક મુસાફરોને સુવિધા પૂરી પાડશે કે જેસૈ થે ની ની સ્થિતિ યથાવત રહેશે જે અંગે સમયની રાહ જોવી રહી.

Back to top button
error: Content is protected !!