GUJARATNAVSARINAVSARI CITY / TALUKO

નવસારી 1962 ટીમ દ્વારા જિલ્લાના તમામ લોકેશન પર યોગ દિવસની ઉજવણી કરવામાં આવી

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

અંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે નવસારી જિલ્લાના 1962 & MVD એમ્બ્યુલન્સ ટીમે દરેક લોકેશન પર યોગાભ્યાસ કરી ઉજવણી કરી હતી.
તમામ વેટનરી ડૉક્ટર, પાયલોટ્સ અને સ્ટાફે પોતાના-પોતાના યૂનિટ સ્થાને યોગાભ્યાસ કર્યો હતો.
આ પ્રસંગે યોગ આપણા જીવનમાં શાંતિ, સંતુલન અને આરોગ્ય લાવે છે તથા  યોગના માધ્યમથી તંદુરસ્ત દૈનિક જીવનશૈલી અપનાવા માટે પ્રતિજ્ઞા લેવામાં આવી હતી.
આસન, પ્રાણાયામ અને ધ્યાન દ્વારા સ્ટાફે પોતાની શારીરિક અને માનસિક તંદુરસ્તી માટે યોગ કર્યા હતા
આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ ઇમરજન્સી  સેવા આપતા ૧૯૬૨,૧૦૮,MVD ,૧૮૧ કર્મચારીઓમાં યોગ દ્વારા  તાજગી, ઉત્સાહ અને આરોગ્ય પ્રત્યે જાગૃતિ લાવવાનો હતો.

Back to top button
error: Content is protected !!