નવસારી: ઇન્ડિયન આર્મીમાં ભરતી માટે સ્વામી વિવેકાનંદ નિવાસી તાલીમ વર્ગનો લાભ લો…
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
*ભરતી પૂર્વે શારીરિક તેમજ લેખિત પરીક્ષા માટેના નિ:શુલ્ક તાલીમ વર્ગોનું આયોજન*
નવસારી,તા.૨૩: ઇન્ડિયન આર્મી દ્વારા ગુજરાત રાજ્યમાં દર વર્ષે લશ્કરી ભરતી કેમ્પનું આયોજન કરવામાં આવે છે. જેમાં ગુજરાતને ફાળે આવતી જગ્યાઓમાં ભરતી થવા માંગતા ઉમેદવારોને રાજ્ય સરકારના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગની રોજગાર વિનિમય કચેરી દ્વારા લશ્કરી, પોલીસ ફોર્સ સિક્યુરીટી ગાર્ડમાં ભરતીના હેતુસર ૩૦ દિવસીય સ્વામી વિવેકાનંદ નિવાસી તાલીમ વર્ગ શરૂ કરવામાં આવે છે. ભારતીય સેનામાં જોડાવા માટે ભરતી થવા પૂર્વેની શારીરિક તેમજ લેખિત પરીક્ષાની તાલીમ વર્ગનું ફક્ત પુરુષ ઉમેદવારો માટે આયોજન કરવામાં આવ્યું છે. આ નિ:શુલ્ક તાલીમવર્ગનો લાભ લઈ નવસારી જિલ્લાના વધુને વધુ યુવાનો ભરતી કેમ્પમાં પસંદગી પામે તે માટે આ તાલીમ ખૂબ જ ઉપયોગી પુરવાર થાય છે. જેમાં અભ્યાસ એસ.એસ.સી. પાસ ૪૫% ટકા સાથે, વય : ૧૭ થી ૨૧ વર્ષ, ઉચાઈ ૧૬૫ સે.મી., વજન ૫૦ કિલો, છાતી ૭૯-૮૪ સે.મી. ની લાયકાત ધરાવતા અને રસ ધરાવતા ઉમેદવારોએ સાદા કાગળ પર આગામી તા.૩૧/૦૭/૨૦૨૫ સુધીમાં અરજી કરવા રોજગાર અધિકારી(જનરલ) નવસારીની અખબારી યાદીમાં જણાવાયું છે.