GUJARATNAVSARINAVSARI CITY / TALUKO

નવસારી: ગુજરાત@૭૫ની થીમ પર લોગો કોમ્પીટીશનમા ભાગ લેવા અપીલ કરતા ધારાસભ્ય રાકેશભાઈ દેસાઇ

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

નવસારી જિલ્લામાંથી વધુમા વધુ નાગરીકો સ્પર્ધામાં ભાગ લેવા અપીલ કરી

*આગામી ૧૪ ઓગસ્ટ દરમિયાન https://www.mygov.in/task/gujarat75-years-logo-competition/  લિંક પર લોગો ડિઝાઈન સબમિટ કરી શકાશે.*

નવસારી,તા.૦૬: ગુજરાતની સ્થાપનાના ગૌરવશાળી ૭૫ વર્ષ ૨૦૩૫માં પૂર્ણ થવાના છે. આવા ઐતિહાસિક પ્રસંગની ઉજવણી રૂપે, ગુજરાત સરકારે MyGovindia પ્લેટફોર્મ પર રાષ્ટ્રીય સ્તરે લોગો ડિઝાઈન સ્પર્ધાનું આયોજન કરવાનો નિર્ણય કર્યો છે.
આ અવસરે નવસારી ધારાસાભ્યશ્રી રાકેશભાઇ દેસાઇ દ્વારા જાહેર જનતાને આ પ્રતિયોગીતામાં  સહભાગી થવા જાહેર અપીલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતના 75 વર્ષની આ ભવ્ય યાત્રાના પ્રતીકરૂપે સર્જનાત્મક અને અર્થપૂર્ણ ‘લોગો’ મંગાવી, તેને રાજ્યના આર્થિક નેતૃત્વ, ટેક્નોલોજીકલ પ્રગતિ, સાંસ્કૃતિક પ્રભુતા અને લોકકેન્દ્રિત શાસનને ઉજાગર કરવાનો શુભ આશય આ સ્પર્ધામાં રહેલો છે. જેથી નવસારી જિલ્લા સહિત દરેક ગુજરાતવાસી આ પ્રતિયોગીતામાં ભાગ લેવા અનુરોધ કર્યો હતો. નોંધનિય છે કે, મુખ્યમંત્રીશ્રીએ સર્જનાત્મકતાની અભિવ્યક્તિના આગવા અવસર સમાન આ લોગો ડિઝાઈન માટેની રાષ્ટ્રીય સ્પર્ધામાં નામાંકનનો Mygov.in પ્લેટફોર્મ પર પ્રારંભ કરાવ્યો હતો. દેશભરમાંથી નાગરિકો પોતે ડિઝાઇન કરેલા લોગો આગામી તા.14 ઓગસ્ટ દરમિયાન Mygov.in ની https://www.mygov.in/task/gujarat75-years-logo-competition/ લિંક પર સબમીટ કરી શકશે. આ રાષ્ટ્રીય સ્પર્ધામાં પસંદગી પામનાર લોગોને રૂપિયા ૩ લાખનો પુરસ્કાર તેમજ પ્રથમ પાંચ સ્પર્ધકોને મુખ્યમંત્રીશ્રીના હસ્તે સર્ટિફિકેટ એનાયત કરવામાં આવશે.

Back to top button
error: Content is protected !!