નવસારી: સ્વચ્છતા અને હરિયાળી પહેલ–ગણદેવી તાલુકાની વિવિધ પ્રાથમિક શાળાઓમાં વૃક્ષારોપણ અભિયાન..
વાત્સલ્યમ્ સમાચાર
મદન વૈષ્ણવ
નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાની શાળાઓમાં સ્વચ્છતા જાગૃતિ તેમજ હરિયાળી શાળા બનાવવાની પહેલ સાથે પર્યાવરણ અને સ્વચ્છતા પ્રત્યેના અભિયાનમાં નવી ઊર્જા આવી છે. રાજ્યવ્યાપી “સ્વચ્છતા હી સેવા–૨૦૨૫” અભિયાન અંતર્ગત બાળકો, શિક્ષકો અને સમુદાયના સભ્યોના સક્રિય ભાગીદારીથી શાળાઓમાં વિવિધ પ્રવૃત્તિઓ યોજાઈ છે, જેનાથી નાગરિકોમાં સ્વચ્છતા અને હરિયાળી વિસ્તારો પ્રત્યે જાગૃતિ વધારી છે.
ગણદેવી તાલુકાની અમલસાડ કુમારશાળા, પ્રાથમિક વિદ્યામંદિર દેવધા અને પ્રાથમિક શાળા, ગાંધીનગરમાં સ્વચ્છતા જાગૃતિ કાર્યક્રમો યોજાયા. આ કાર્યક્રમોમાં વિદ્યાર્થીઓને વ્યક્તિગત તથા સામૂહિક સ્વચ્છતા, પર્યાવરણની સંભાળ અને આરોગ્યપ્રદ જીવનશૈલી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું. પ્રાથમિક વિદ્યામંદિર દેવધા, પ્રાથમિક શાળા ગાંધીનગર અને અમલસાડ કુમારશાળામાં આયોજિત કાર્યક્રમોમાં કુલ ૨૨૩ લોકોએ ઉત્સાહપુર્વક ભાગ લીધો હતો.