HALVADMORBIMORBI CITY / TALUKO

અસંગઠીત શ્રમિકોને ઈ – શ્રમ કાર્ડ કઢાવવા હળવદ પ્રાંત અધિકારીની અપીલ

સમગ્ર મોરબી જિલ્લામાં ઇ-શ્રમ કાર્ડ માટે મેગા ડ્રાઇવનું આયોજન સમગ્ર રાજ્યમાં શ્રમિકો માટે ઈ-શ્રમ કાર્ડ કઢાવવાની કામગીરી ચાલી રહી છે ત્યારે મોરબી જિલ્લામાં પણ ઈ-શ્રમ કાર્ડ કઢાવવાની ઝુંબેશ પુરજોશથી ચાલી રહી છે. મોરબી જિલ્લાના તમામ શ્રમિકોને ત્વરિત ઈ-શ્રમ કાર્ડ મળી રહે તે માટે કલેક્ટરશ્રી જી.ટી. પંડ્યા અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી પરાગ ભગદેવના નેતૃત્વ હેઠળ જિલ્લા વહિવટીતંત્રના તમામ વિભાગો દ્વારા પુરજોશથી કામગીરી કરવામાં આવી રહી છે. જે અન્વયે તેમના માર્ગદર્શન હેઠળ જિલ્લાની તમામ ગ્રામ પંચાયત, સી.એસ.સી., નગરપાલિકા સહિતના સ્થળોએ વિશેષ કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

આ ઝુંબેશ અંતર્ગત હળવદ પ્રાંત અધિકારી શ્રી હર્ષદીપ આચાર્યના માર્ગદર્શન હેઠળ સમગ્ર હળવદ તાલુકા તેમજ માળીયા તાલુકામા પ્રાંત કક્ષાએ ઈ-શ્રમ કાર્ડ નોંધણીની કામગીરી કરવામાં આવી રહી છે. વધુમાં તમામ શ્રમિકોએ જરૂર ઈ-શ્રમ કાર્ડ કઢાવવા માટે પણ તેઓએ અપીલ કરી છે.

ઈ-શ્રમ કાર્ડ યોજના અંતર્ગત જો અકસ્માતથી મૃત્યુ થાય અથવા સ્થાયી રૂપથી વિકલાંગ થાય તો ૨ લાખ રૂપિયા અને આંશિક રૂપથી વિકલાંગ થાય તો ૧ લાખ રૂપિયાની સહાય મળવા પાત્ર છે. આરોગ્યને લગતી સ્કીમ, શિક્ષણ સહાય વગેરે જેવી ૧૦ થી વધુ યોજનાઓ કાર્ડમાં લિન્ક થતાં જ લાભ મળી શકશે. તેમજ આ કાર્ડ પૂરા ભારત દેશમાં માન્ય રાખવામાં આવશે

અસંગઠીત શ્રમિકો જેવાકે બાંધકામ ક્ષેત્ર, ખેતી, મનરેગા, માછીમારો, આશા વર્કર બહેનો, આંગણવાડી, ફેરીયાઓ, ઘરેલુ કામદાર, રિક્ષા ડ્રાઇવર, દૂધ મંડળીના સભ્યો અને આવા અસંગઠિત ક્ષેત્રે કામ ૧૬ થી ૬૦ વર્ષની ઉમર ધરાવતા શ્રમિકો નામ નોંધણી કરાવી શકશે. તેમજ શ્રમિકોએ માં આધારકાર્ડ નંબર, મોબાઈલ નંબર(આધાર લિંક હોવો જરૂરી) , બેન્ક એકાઉન્ટ નંબર IFSC કોડ સાથે જરૂરી દસ્તાવેજ સાથે રાખવા. તેમ હળવદ પ્રાંત અધિકારીશ્રી હર્ષદીપ આચાર્યની યાદીમાં જણાવાયું છે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

MORBI:સતવારા સમાજના ધાર્મિક કાર્યમાં પધારેલ મોરબી – માળિયાના ધારાસભ્યને લોકોએ મૂળભૂત મુદ્દાઓથી ધેરીયા જુઓ વિડિયો વાત્સલ્યમ્ સમાચાર પર

 

Back to top button
error: Content is protected !!