NAVSARIVANSADA

ચાપલધરા વિભાગ રાજપુત સમાજ ભવન ખાતે તલવાર બાજી ની તાલીમ યોજાઈ.

  1. વાત્સલ્યમ્ સમાચાર

પ્રિતેશ પટેલ- વાંસદા

ચાપલધરા વિભાગ રાજપુત સમાજ ભવન ખાતે તલવાર બાજી ની તાલીમ યોજાઈ.

………………

વાંસદા તાલુકાના ચાપલધરા ખાતે આવેલ શ્રી ચંદ્રકિશોર ભવન ચાપલધરા ખાતે તલવાર બાજી તાલીમ પ્રોગામ નું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. રાજપુતો નું એક આભૂષણ એટલે તલવાર એમ કહેવું ખોટું નથી.ત્યારે રાજપૂત સમાજના યુવાનો આ શક્તિ ના પ્રતિક રૂપે તલવાર નું પૂજન પણ કરતાં હોય છે.ત્યારે આ સમાજ ની યુવા પેઢી માં પોતાની સંસ્કૃતિ અને સભ્યતા જળવાઈ રહે એના માટે ખાસ આ તાલીમ નું આયોજન કરવામાં આવ્યું હતું.જ્યારે આ તલવાર બાજી તાલીમ આપવા માટે ખાસ બારડોલી વિભાગ રાજપુત સમાજ ના યુવા પ્રમૂખ મેહુલસિંહ દેસાઈ એમનાં સાથી મિત્ર અને તલવાર બાજી માટે સમગ્ર ગુજરાત માં જાણીતા બનેલાં ભરતસિંહ ચાવડા ઊપસ્થિત રહ્યા હતા.જ્યારે હાલ ભરતસિંહ અને મેહુલસિંહ બને યુવાનો દ્વારા દક્ષિણ ગુજરાત માં રાજપુત સમાજ ૫,૦૦૦ યુવા અને યુવતીઓ ને તલવાર બાજી ની તાલીમ આપવાનું નકકી કરવામાં આવ્યું છે.જેને અનુંલક્ષી ને ચાપલધરા રાજપુત સમાજ ભવન ખાતે પણ આ તાલીમ નું આયોજન કરવામાં આવ્યું હતું અને ચાપલધરા વિભાગ ના ૧૦૦થી૧૫૦ યુવા યુવતીઓ દ્વારા આ તાલીમ માં ભાગ લીધો હતો.જ્યારે કાર્યક્રમ ની શરૂવાત ચાપલધરા વિભાગ રાજપુત સમાજ ના પ્રમૂખ ધર્મેન્દ્રસિંહ સોલંકી અને હોદેદારો સાથે આમંત્રીત મહેમાનો દ્વારા દિપ પ્રાગટ્ય ની સાથે મહેમાનો નું સ્વાગત કરી ઉદબોધન કરી તલવાર બાજી ની તાલીમ ની શરૂવાત કરવામાં આવી હતી.

જ્યારે સમગ્ર કાર્યક્રમનો સંચાલન હરિસિંહ પરમાર દ્વારા કરવામાં આવ્યું હતું. જ્યારે સમગ્ર તાલીમ ને સફર બનાવવા માટે કારોબારી અને સમાજ ની યુવા ટીમે પ્રશંસનીય કામગીરી કરી હતી.

…..

તલવાર બાજી ના ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ શ્રેયા ગંભીરસિંહ પરમાર (ડુંગરી ફળિયા,ચાપલધરા)ને સમાજ ના પ્રમુખ શ્રી ધર્મેન્દ્રસિંહ સોલંકી દ્વારા તલવાર ની ભેટ આપી સન્માન કરવા માં આવ્યુ.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!