GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ માં શ્રી વિઠ્ઠલનાથજી શ્રી ગુસાંઈજી પ્રભુ ના ૫૦૯ મા પ્રાગટય દિવસ ની ભવ્ય ઊજવણી.

તારીખ ૦૭/૦૧/૨૦૨૪

સાજીદ વાઘેલા કાલોલ 

વિઠ્ઠલનાથજી (શ્રી ગુસાઈજી),જગદગુરુ શ્રીમદ વલ્લભાચાર્યજીના બીજા પુત્ર, વિક્રમ સંવત ૧૫૭૨ માં પોષ કૃષ્ણ નવમીના દિવસે ચરણાટ ખાતે પ્રગટ થયા હતા. જે દિવસે તમે પ્રગટ થયા, તે જ દિવસે એક બ્રાહ્મણ ભગવાન શ્રી વિઠ્ઠલનાથજીના રૂપમાં શ્રી મહાપ્રભુજી પાસે આવ્યો, ત્યારે આપે આજ્ઞા કરી કે “આજે ભગવાન અને પુત્ર બંને આવ્યા છે, તેથી અમે તેમનું નામ વિઠ્ઠલનાથ રાખીશું.વિઠ્ઠલનો અર્થ એ છે કે જે અજ્ઞાનીઓને જ્ઞાનનો પ્રકાશ કહે છે, તેથી આ બાળક પુષ્ટિમાર્ગમાં સંપૂર્ણ વિકાસ કરશે. માત્ર આઠ વર્ષ ની વયે તેઓનાં ઉપનયન સંસ્કાર કાશીમાં કરાયા દશ વર્ષની વયે તેઓશ્રી એ તમામ શાસ્ત્રો નો અભ્યાસ પૂર્ણ કરી લીધો હતો તેઓ શ્રી એ પુષ્ટિમાર્ગ નો વ્યાપક પ્રચાર પ્રસાર કર્યો તેમનો જન્મ દિવસ જલેબી ઓછવ તરીકે ઉજવવામાં આવે છે.શુક્રવાર ના રોજ બહોળી સંખયામા કાલોલ ના બાળકો યુવાનો તથા સમસ્ત વૈષ્ણવ સમાજ ધ્વારા શ્રીમદ પ્રભુ ચરણ વિઠ્ઠલનાથજી શ્રી ગુસાંઈજી નો પ્રાગટય ઉત્સવ મનાવી ધન્યતા અનુભવી . આ ઉત્સવ ના ઉપલક્ષય મા પ.પુ.પા ગો.૧૦૮ શ્રી અભિષેકલાલજી મહારાજશ્રી ધ્વારા સમસ્ત વલ્લભીય વૈષ્ણવો ને ખુબ ખુબ વધાઈ પાઠવી હતી.કાયૅક્રમ મા સવારે શ્રી ગોવર્ધનનાથજી હવેલી મા શ્રીના પલના – નંદ મહોત્સવ ના દર્શન સવારે ૧૧=૩૦ કલાકે થયા હતા જેમા સમગ્ર કાલોલ વૈષ્ણવ સમાજ ના વૈષ્ણવ ભાઈ બહેનોએ દર્શન નો અલૌકીક લ્હાવો લઈ ધન્યતા અનુભવી હતી.જેમા આ વર્ષે “પુષ્ટિ સંસ્કાર એકેડમી” ના તમામ બાળકોએ દર્શન નો અલૌકીક લાભ લઈ આનંદીત થયા હતા. આજ અલૌકીક દિવસ ના ઉપલક્ષય માં સાજે ૪=૦૦ કલાકે સમસ્ત વૈષ્ણવ સમાજ ના પાઠ શ્રી ગોવર્ધનનાથજી હવેલી માં રાખવામા આવ્યા હતા. ત્યારબાદ હવેલી માંથી શ્રીમદ પ્રભુ ચરણ શ્રી ગુસાંઈજી પ્રભુ ની ભવ્ય શોભાયાત્રા યોજાઇ હતી જેમા સમગ્ર વૈષ્ણવ સમાજ ધ્વારા આનંદ લુટવામા આવ્યો હતો જેમા વિશેષ “પુષ્ટિ સંસ્કાર એકેડમી” ના બાળકોએ પણ આનંદ ઉઠાવ્યો હતો,દરેક બાળકો પીળા વસ્ત્રો પહેરી જોડાયા હતા જે શોભાયાત્રા મા આકર્ષણ નુ કેન્દ્ર બન્યા હતા.તેમજ સમગ્ર વૈષ્ણવ સમાજ ના વૈષ્ણવો ધ્વારા રાસ ની ભવ્ય રમઝટ જમાવી હતી. શોભાયાત્રા આવ્યા બાદ શ્રી ગોવર્ધનનાથજી હવેલીમાં જલેબી મનોરથ ના અલૌકિક દર્શન નો લાભ કાલોલ ના સમસ્ત સમાજ ના લોકો એ લીધો હતો. દશલાડ જ્ઞાતી ની વાડી મા ૨૦ જેટલા મનોરથીઓ દ્વારા રાત્રે મહાપ્રસાદી નુ આયોજન કરાયુ હતુ દશા મોઢ વણિક જ્ઞાતિ તેમજ પોરવાડ જ્ઞાતી દ્વારા પણ મહાપ્રસાદી નુ આયોજન કરાયુ હતુ જેમા મોટી સંખ્યામાં જ્ઞાતીજનો હાજર રહ્યા હતા.

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!