GUJARATSAYLASURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKO

ધજાળા પોલીસે કારમાંથી ગેરકાયદેસર તમંચા સાથે એક ઈસમને દબોચી લીધો.

તા.28/12/2023/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

એક તમંચો રૂ.5000 તથા એક કાર સહિત રૂ.2,05,000 નો મુદામાલ કબ્જે કર્યો.

સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના ગામડાઓમાં ગેરકારયદે હથિયાર વધુ પ્રમાણમાં જોવા મળે છે ત્યારે ધજાળા પોલીસને ટીટોડા ગામ પાસે દેવરાજભાઈ એ અરજદાર ચેતનભાઈને હથિયાર બતાવેલ હતું તે રાતડકીવાળા દેવરાજભાઈ ગોકળભાઈ રબારી પોતાની સફેદ કલરની ફોરવ્હીલ ગાડીમાં દેશી તમંચો રાખીને પોતાની કાર લઈને ઓરીથી ધાંધલપુર જતો હોવાની બાતમી પોલીસને મળી હતી આથી પોલીસ ટીમે વોચ રાખી હતી દરમિયાન લાખાવાડ તરફથી સ્વીફટ કાર પુરઝડપે આવતી હતી જે કારને ઉભી રખાવી પૂછપરછ કરતા કાર ચાલકે રબારી દેવરાજભાઈ ગોકળભાઈ પરમાર હોવાનું જણાવ્યું હતું વધુ તપાસમાં ડ્રાઈવર શીટના પાછળના સીટ કવરમાંથી એક દેશી હાથ બનાવટનો ગેરકાયદે તમંચો કિં.રૂ.5000 નો મળ્યો હતો પોલીસે કાર સાથે 2,05000 ના મુદ્દામાલ ઝડપી દેવરાજભાઇને વધુ પૂછપરછ માટે ધજાળા પોલીસ સ્ટેશને લઇ જવામાં આવ્યો હતો અને આ બાબતે ધજાળા પોલીસે ગુનો દાખલ કર્યો છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

લ્યો બોલો…સુરેન્દ્રનગર જિલ્લા આરોગ્ય અધિકારીને જ ખબર નથી કે ટી.બી. ની દવા ખાલી થઈ ગઈ છે..!

Back to top button
error: Content is protected !!