NAVSARI

ભિનારની સદગુરુ હાઇસ્કૂલમાં સેવા-નિવૃત્ત કર્મચારીઓનો સ્નેહ મિલન અને સન્માન સમારોહ યોજાયો.

વાત્સલ્યમ્ સમાચાર
અંબાલાલ પટેલ – ચીખલી

શાળાનું રીનોવેશન અને વિકાસ માટે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ સ્નેહમિલન અને સન્માન સમારોહ યોજવામાં આવ્યું.

વાંસદા તાલુકાની ભિનારની શ્રી સદગુરુ હાઇસ્કુલમાં સેવા નિવૃત્ત કર્મચારીઓના સ્નેહમિલન અને સન્માન સમારોહ શાળાના પટાંગણમાં યોજાયો હતો. શાળાની શરૂઆતથી શાળાના વિકાસની ગતિને વેગવંતી બનાવવા હંમેશા ચિંતા અને ચિંતન કરી પોતાની નિષ્ઠા અને પ્રમાણિકતાથી વિદ્યાર્થીઓના ભાવિ ઘડતરમાં જેઓનું અવિસ્મરણીય યોગદાન રહ્યું છે. એવા સેવા નિવૃત્ત શાળાના આચાર્ય, શિક્ષકો અને સેવકોને એક મંચ પર લાવી સ્નેહમિલન અને સન્માન સમારોહ યોજાયો. જેમાં શાળાની શરૂઆતથી આજ સુધીના તમામ શાળા પરિવારના દરેક નિવૃત કર્મચારીઓ એક મંચ પર ભેગા થયા હતા.શાળાના પાયાના પથ્થર સમાન સેવાથી નિવૃત કર્મચારીઓના માર્ગદર્શન અને પ્રેરણાથી આવનાર સમયમાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના સ્નેહમિલન અને સન્માન સમારોહ કાર્યક્રમ કરીને શાળાના રીનોવેશન અને શાળા વિકાસમાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું અકલ્પનીય સાથ સહકાર મળી રહે અને પોતાના શાળા પ્રત્યેનું ઋણ અદા કરવાની પોતાની ભૂમિકા સમજે તે મહત્વનું રહેશે. કાર્યક્રમની શરૂઆતમાં આમંત્રિત શાળા મંડળના પ્રમુખ, ટ્રસ્ટીશ્રીઓ તથા શાળા-પરિવારના સેવા નિવૃત કર્મચારીઓ, જેમાં શાળાના આચાર્ય, શિક્ષકો અને સેવકો ઉપસ્થિત રહ્યા હતા તેઓનું શાબ્દિક સ્વાગત કરવા આવ્યું હતું. પ્રાર્થના અને દીપ પ્રાગટ્યથી કાર્યક્રમની શરૂઆત થઈ હતી.ત્યારબાદ તમામ શાળાના સેવા નિવૃત કર્મચારીઓનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું. આ તબક્કે સ્વર્ગસ્થ થયેલા સંસ્થાના પૂર્વેજો અને કર્મચારીઓને પણ યાદ કરીને શાંતિપાઠ કરી શ્રદ્ધાંજલિ આપી હતી.શાળાના નિવૃત આચાર્ય એમ.પી. ટંડેલ અને બી.એન. પટેલે જણાવ્યું હતું કે શાળાના વિકાસ અને રીનોવેશનમાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું યોગદાન ખૂબ જ મહત્વની બની રહેશે. શાળાના નવનિયુક્ત આચાર્ય દિનેશભાઈ જે પટેલે પોતાની શાળાની પ્રગતિ અને વિકાસમાં સહભાગી થઈને શ્રી સદગુરુ હાઇસ્કૂલ ભીનારને પ્રગતિની નવી દિશાએ લઈ જવાની ખેવના વ્યક્ત કર્યા હતા.શાળાની રીનોવેશન અને વિકાસમાં સમાજના સેવાભાવી સંસ્થાઓ, દાતાશ્રીઓ અને શાળામાં અભ્યાસ કરીને કોઈકને કોઈક ક્ષેત્રમાં સફળ થયેલ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના સહયોગથી શક્ય બનશે.હાલમાં ભીનારની શ્રી સદગુરુ હાઇસ્કૂલમાં વિજ્ઞાન પ્રવાહની ગ્રાન્ટેડ મંજૂરી મળ્યા બાદ શાળા પરિવાર અને વાલીઓમાં ખુશીની લહેર જોવા મળી હતી. જેને લઇને શાળામાં વિજ્ઞાન પ્રવાહ માટે એક અલગ અલાયદું મકાન અને સુવિધાયુક્ત લેબ અને લાઇબ્રેરીની તાતી જરૂરિયાતને પાર પાડવા માટે શાળાના આચાર્ય દિનેશભાઈ પટેલ સતત પ્રયત્ન અને ભૂતપૂર્વ વિદ્યાર્થીનું સ્નેહ મિલન સન્માન સમારોહ યોજવા જઈ રહ્યા છે.
ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ સ્નેહમિલન અને સન્માન સમારોહ કાર્યક્રમ સફળ બનાવવા માટે સેવા નિવૃત કર્મચારીઓનું સ્નેહ મિલન સમારોહ થકી યોગ્ય માર્ગદર્શન અને પ્રેરણા મળી રહે તેવા ઉમદા હેતુથી કાર્યક્રમ યોજાયો હતો.કાર્યક્રમનું સુંદર સંચાલન મિતલબેન દશોંદી અને સ્વાગત અને આવકાર પ્રશંસાબેન પરમારે કર્યું હતું. અંતે આભારવિધિ શોભનાબેન ટંડેલે કરી હતી.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!