JETPURRAJKOT

આશ્રયસ્થળોની મુલાકાત લઇને દવા, પાણી, ખોરાક સહિતની સુવિધાઓનું મોનીટરીંગ કરાશે

તા.૧૪ જૂન

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

જેતપુર, ધોરાજી, ઉપલેટા વધુ અસરગ્રસ્ત થવાની સંભાવનાના પગલે જેતપુરમાં એન.ડી.આર.એફ.ની ટીમ તૈનાત

સંભવિત બિપરજોય વાવાઝોડાના પગલે સર્જાઈ શકનારી આપત્તિજનક પરિસ્થિતિને પહોંચી વળવા માટે રાજકોટ જિલ્લાના વહીવટી તંત્રની સજ્જતા અંગેની માહિતી પ્રભારી મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલે આજે પત્રકારોને સરકીટ હાઉસ ખાતે આપી હતી.

મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલે ઉપસ્થિત પત્રકારોને સંબોધતા જણાવ્યું હતું કે ઓચિંતી આવનારી આ કુદરતી આપત્તિ થકી જાનમાલનું ઓછામાં ઓછું નુકસાન થાય, તે જોવાની સર્વે સરકારી વિભાગોના અધિકારીઓની જવાબદારી છે.

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી, ગૃહ મંત્રીશ્રી અમિતભાઇ શાહ વગેરે મહનુભાવો વિડિયો કોન્સફરન્સના માધ્યમથી સતત ગુજરાતની સંભવિત સ્થિતિ માટેના આયોજનની સમીક્ષા કરાઈ રહી છે. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ સંભવિત અસરગ્રસ્ત જિલ્લાઓમાં પ્રભારી મંત્રીશ્રીઓને મોકલવામાં આવ્યા છે. રાજકોટ જિલ્લામાં સતત ત્રણ દિવસથી સાંસદો, ધારાસભ્યો, કલેકટરશ્રી પ્રભવ જોશી દ્વારા કોઇપણ પ્રકારની આપાતકાલીન સ્થિતિને પહોંચી વળવાની તમામ વ્યવસ્થાઓ થઇ ચૂકી છે. તાઉતે અને કોરોના જેવી આપત્તિઓમાં સુપેરે કામ કરી ચૂકેલા પ્રભારી સચિવશ્રી ડો. રાહુલ ગુપ્તા પણ સતત અપડેટસ લઇ રહયા છે.

સંભવિત વાવાઝોડા અને વરસાદના પગલે જિલ્લામાં ઓછામાં ઓછી જાન-માલહાનિ થાય અને આવું થાય તો આપદામાંથી બચાવવા તથા જનજીવન પુનઃ ધબકતુ કરવા, માલ મિલકત, પશુધનની સહાય સત્વરે ચૂકવવા સહિતની વ્યવસ્થાઓ કરાઇ ચૂકી છે. તંત્રની સાથેસાથ સ્વૈચ્છિક સંસ્થાઓ, સંગઠન પણ સમાંતરે કામ કરી રહયા છે. આવી સ્થિતિમાં લાઇટ પાણી અને ખોરાકની અવ્યવસ્થા ન સર્જાય, તે માટે પણ તંત્ર સાબદુ થયુ છે. ધારાસભ્યશ્રી ઉદયભાઇ કાનગડ અને સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા એક લાખથી વધુ ફુડ પેકેટસ તૈયાર થયા છે.

અગાઉ પણ કમોસમી વરસાદથી નુકસાન થતા રૂ. પ૦ કરોડ જેવી સહાય ખેડૂતોને ચૂકવાઇ છે. બિપરજોયની આપદામાં પણ નુકશાનગ્રસ્ત ખેડૂતો અને પશુપાલકોને સહાય ચૂકવાશે. હાલમાં જિલ્લામાં બિપરજોયથી જેતપુર, ધોરાજી અને ઉપલેટા તાલુકાઓ વધુ અસરગ્રસ્ત થવાની સંભાવના છે. તથા જેતપુરના મોટાભાગના સાડી સહિતના કારખાનાઓમાં પતરાની છત છે, જે વાવાઝોડાથી ઉડીને જાનહાની કરે, તેવી સંભાવના છે. એટલે જેતપુરમાં પણ એન.ડી.આર.એફ.ની ટીમ મોકલી દેવાઇ છે. આ ઉપરાંત, રાજકોટના કેટલાક આશ્રયસ્થળો (શેલ્ટર હોમ્સ)ની પણ મુલાકાત લઇને તેમાં દવા, પાણી, ખોરાક સહિતની પૂરતી સુવિધા છે કે નહીં, તે સુનિશ્ચિત કરાશે.

આ તકે સાંસદશ્રીઓ મોહનભાઈ કુંડારીયા અને રામભાઈ મોકરીયા, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ભૂપતભાઈ બોદર, મેયરશ્રી ડો. પ્રદીપભાઈ ડવ, ધારાસભ્ય સર્વશ્રી ડો. દર્શિતાબેન શાહ, ઉદયભાઈ કાનગડ અને રમેશભાઈ ટીલાળા, નિવાસી અધિક કલેક્ટરશ્રી એસ. જે. ખાચર તેમજ મુકેશભાઈ દોશી, રાજુભાઈ ધ્રુવ, કમલેશભાઈ મીરાણી સહિતના અગ્રણીશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!