CHIKHLINAVSARI

ચીખલી ખાતે મોડી રાત્રે ઑટો સ્પેર પાર્ટ ની દુકાન માં લાગી આગ.

વાત્સલ્યમ્ સમાચાર
અંબાલાલ પટેલ ચીખલી

ચીખલીના હાઇવે નજીક ઓવરબ્રિજ પાસે સુપ્રીમ હોટલ ની બાજુ અમી હોસ્પિટલ નીચે આવેલ ઓટો સ્પેરપાર્ટ ની દુકાનમાં રાત્રીના સમયે શોર્ટ શર્કિટ ના કારણે આગ લાગવાની ઘટના બની હતી.જે દરમીયાન બીલીમોરા નગર પાલિકા ફાયર ફાયટરની ટીમ સાથે ફાયર વિભાગના મલાંગભાઈ કોલિયા નાઓ ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવ્યો હતો.
આગ ની ઘટનાની જાણ થતાં ચીખલી જી.ઇ.બી ના કર્મચારીઓ પણ ઘટના સ્થળે આવી અન્ય કોઈ વધારે બનાવ ન થાય માટે વીજ સપ્લાય બંધ કરી યોગ્ય કાર્યવાહી કરી હતી. જ્યારે અમી હોસ્પિટલ ની ઘોર બેદરકારી સામે આવી હતી.આ દુકાનની ઉપર આવેલ અમી હોસ્પિટલ માં પણ આગ નો ધુમાડો પ્રસરી જતાં પત્રકાર અમિતભાઈ વ્યાસ અને મયુરભાઈ દેસાઈ દ્વારા અમી હોસ્પિટલ માં જઈ આગના પ્રશરી રહેલ ધુમાડા ને અટકાવવા માટે હોસ્પિટલમાં આવેલ ફાયર સિલેન્ડર ની તપાસ કરતા ફાયર સિલેન્ડર એક્સપાયેર ડેટ ની સાથે ખાલી જોવા મળ્યો હતો. મોડી રાત્રે મારુતિ ઓટો સ્પેરપાર્ટ નામની દુકાનમાં શોર્ટ શર્કિટ ના કારણે આગ લાગતાં દુકાનની ઊપર આવેલ અમી હોસ્પિટલ માં પણ આગ નો ધુમાડો પ્રસરી જતા હોસ્પિટલમાં દાખલ પેશન્ટ ને હોસ્પિટલ માં અન્ય રૂમમાં ખસેડવામાં આવ્યા હતા.
આ ઘટનાની જાણ દુકાનના માલિક અને અમી હોસ્પિટલના સંચાલક ને થતાં ઘટના સ્થળે દોડી આવ્યા હતાં.. જ્યારે આ સાથે ચીખલીના આગેવાન અને પત્રકાર એવા અમિતભાઇ વ્યાસ તેમજ મયુરભાઈ દેસાઇ સ્થળ પર ધશી જઈ બીલીમોરા નગર પાલિકાના ફાયર વિભાગને જાણ કરતા ફાયર ફાયટરની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવ્યો હતો.. સાથે આ ઘટનાની જાણ ચીખલી પોલીસ તેમજ મામલતદાર મેડમ અને નાયબ મામલતદાર વિજયભાઈ રબારી નાઓને થતાં ચીખલી પોલીસના પી.એસ.આઈ. એમ.કે.ગામીત નાઓ સ્ટાફ સાથે ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા.

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!