GUJARATJETPURRAJKOT

Rajkot: યાત્રાધામ વિરપુરમાં શિક્ષકના ઘરમાં ચોરી કરનાર તસ્કર ગણતરીની કલાકોમાં પકડાયો

તા.૧૫/૫/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

Rajkot: યાત્રાધામ વિરપુર જલારામ ગામે રહેતા અને રાજકોટના ત્રંબા ખાતે શિક્ષક તરીકે ખાનગી નોકરી કરતા ભાર્ગવભાઈ કનરાય જાનીએ વીરપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે તેઓ રાત્રિના સમયે અંદાજિત બે વાગ્યા આસપાસ સુઈ ગયા હતા અને સવારે ચાર વાગ્યે પાણીનો વારો હોવાથી વહેલા ઊઠયા હતા તે દરમિયાન પોતાના રૂમનો દરવાજો ખોલવા જતા રામનો દરવાજો કોઈએ બહારથી લોક કરી દીધેલ હોવાનું માલુમ પડયું હતું જે બાદ તેમના દ્વારા તેમના પાડોશીને ફોન કરી બોલાવતા પાડોશી +ધાબા પરથી આવી લોક કરેલ દરવાજો ખોલતા માલુમ પડયું હતું કે, બાજુમાં રહેલ રૂમના દરવાજાના લોકને કોઈએ તોડી નાખવામાં આવેલ હતો જે બાદ તૂટેલા દરવાજા વાળા રરૂમ ની અંદર પ્રવેશ કરતા ત્યાં રહેલ ત્રણ કબાટ ખુલેલા હતા અને રૂમની અંદર સામાન વેરવિખેર પડ્યો હતો જેથી તેમને આ દ્રશ્યો જોતા તેમની વસ્તુઓ અને રોકડ રકમ અંગે તપાસ કરતાં તેમને માલુમ પડ્યું હતું કે તેમની બચતના રોકડ રકમ રૂપિયા ૧,૪૦,૦૦૦ તેમજ સોનાનું બ્રેસ્લેટ જેની અંદાજિત કિંમત રૂપિયા ૩૧૫૪૭ જેવી હતી તે કપટમાં રાખેલ થેલામાં ન હોવાથી પોતાના ઘરમાં ચોરી થઈ હોવાનું માલુમ પડયું હતું તેથી ભાર્ગવભાઈએ વિરપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી

અને વિરપુર પોલિસના પીએસઆઈ એસ.વી.ગરચર સ્ટાફ સહિત ઘટના સ્થળે દોડી આવી સઘન તપાસ હાથ ધરી હતી તે દરમ્યાન વિરપુર પો.હેડ કોન્સ.ધર્મેન્દ્રભાઈ આહીર તથા ગીરીશભાઈ ભાણજીભાઈ નાઓને સંયુક્ત રાહે મળેલ બાતમી અને હકીકત મુજબ ચોરીના ગુન્હામા સંડોવાયેલ અમિત ભુપતભાઈ ડાભી (દેવી પુજક) ઉ.વ.૨૬ રહે. મુળ સુલતાનપુર તેમજ વિરપુર ગામ મેવાસા રોડ પર ધજાધાર હાલ રહે.રાજકોટ જંગલેશ્રવર, માર્કેટ વિસ્તારની પાછળ. આ બનાવમાં વિરપુર પોલીસના પીએસઆઇ એસ.વી.ગળચરે પોતાની ટિમ સાથે ધર્મેન્દ્રભાઈ ચાવડા, ગીરીશભાઈ બગડા, વિજયભાઈ ગોહેલ, નિશાંતભાઈ પરમાર, કૌશીકભાઈ ચાચાપરા, વિપુલભાઈ સોલંકી સહિતના સ્ટાફે આરોપીને ઘરફોડ ચોરીના બનાવની ગણતરીની જ કલાકો માં શોધી દાગીનાની ઘરફોડ ચોરીના ગુન્હામા સંડોવાયે આરોપીને અમિત ડાભીને ચોરીમા ગયેલ તમામ મુદ્દામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!