GUJARATNAVSARI

નવસારી જિલ્લાના તમામ ગામોમાં જનભાગીદારી થકી બે માસ સુધી સ્વચ્છતાલક્ષી પ્રવૃતિ યોજાશે

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી
ગ્રામ્ય વિસ્તારમાં કચરાના ઢગલા ન દેખાય તે માટે સુકો કચરો અને ભીનો કચરાના નિકાલના વિષયપર જન જાગૃતિના પ્રયાસો કરવામાં આવશે

દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ સ્વચ્છ ભારત અભિયાનમાં જનતાની દેશવ્યાપી ભાગીદારીને પ્રોત્સાહન આપવા અને બાપુના સ્વચ્છ ભારતના સ્વપ્નને સાકાર કરવા ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાનનો શુભારંભ કર્યો હતો. તેમની પ્રેરણાથી ગત ૧૫ સપ્ટેમ્બરથી ૨ ઓક્ટોબર સુધી યોજાયેલ ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યમાં જનભાગીદારીથી વધુ બે મહિના સુધી વ્યાપકપણે આગળ ધપાવવાનો નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે.
<span;>      નવસારી જિલ્લાના ગ્રામ્ય તથા નગરપાલિકા વિસ્તારોમાં બે માસ સુધી ચાલનાર  “સ્વચ્છતા એ જ સેવા −ર0ર૩” અભિયાન અંતર્ગત સ્વચ્છતા સંદર્ભે આયોજીત પ્રવૃત્તિમાં તા.૧પ મી ઓકટોબર ર૦ર૩ થી ૧૬ મી ડિસેમ્બર ર૦ર૩ સુધી નવસારી જીલ્લાનાં દરેક ગામોને આવરી લઇ, આવનાર દિવસોમાં જાહેર સ્થળોની સાફસફાઇ, નદી, તળાવ, દરિયાકિનારા, હેરિટેજ સાઇટ,તમામ સરકારી કચેરીનાં રેકર્ડ વર્ગીકરણ, ભંગારનો નિકાલ, સરકારી વસાહતો, કોર્ટ સંકુલની સફાઇ, દિવાળી નિમિત્તે ફટાકડાનાં કચરાનો નિકાલ, જાહેર રસ્તાઓની સફાઇ, સિંગલ યુઝ પ્લાસ્ટીક અંગે જાગૃતિ, સામુદાયિક શૌચાલયોની સફાઇ/રીપેરીંગ, પ્રવાહી કચરાનાં નિકાલ,પાણીની ટાંકીની સફાઇ,સરકારી દવાખાનાની સફાઇ વગેરે જુદી−જુદી નિર્ધારિત પ્રવૃત્તિ મુજબ સ્વચ્છતાની ઝુંબેશ ચલાવી, સ્વચ્છતાનાં જન આંદોલનનાં રૂપે ઉજવણી કરવાનો જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા આયોજન કરવામાં આવ્યું છે.
<span;>નવસારી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારની સ્વચ્છતા બાબતે જિલ્લા અને તાલુકા વિકાસ અધિકારી તેમજ જિલ્લા અને તાલુકા પંચાયત, સ્વચ્છતા અને જાહેર આરોગ્ય સાથે સંકળાયેલા અધિકારી/કર્મચારીઓ દ્વારા નિયમિત વિઝિટ લેવામાં આવશે. નવસારી સહિત સમગ્ર ગુજરાતમાં સફાઈ અભિયાન હવે વધુ વેગવંતુ બનશે.   

Back to top button
error: Content is protected !!